રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ ખાનગી પ્રાથમિક શાળાઓમાં ધો.1માં કુલ પ્રવેશ ક્ષમતાના 25 ટકા મુજબ વિનામૂલ્યે એડમિશન માટે નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ મળે છે. ભાવનગર શહેર અને જિલ્લામાં કુલ 8530 ફોર્મ ભરાયા હતા જ્યારે ભાવનગર શહેર અને જિલ્લામાં ખાનગી શાળાઓમાં કુલ પ્રવેશ ક્ષમતા 1919ની છે. કુલ 7436 ફોર્મ મંજૂર થયા છે. આરટીઇ અંતર્ગત ફોર્મ ભવાની પ્રક્રિયા પૂર્ણ થઇ હતી. આમ કુલ એક પ્રવેશ માટે સરેરાશ 4 વિદ્યાર્થીઓ માટે એડમિશનની સ્પર્ધા જામશે. ભાવનગર શહેરમાં કુલ 5168 પ્રવેશ ફોર્મ ભરાયા હતા અને તેની સામે 4481 ફોર્મ મંજૂર થઇ ગયા છે. જ્યારે ચકાસણીના અંતે 305 ફોર્મ ખોટા ડોક્યુમેન્ટના કારણે રિજેકટ કરાયા, 382 ફોર્મ અધૂરા ડોક્યુમેન્ટના કારણે કેન્સલ કરાયા હતા. જ્યારે બાકીના ફોર્મની ચકાસણી કરવામાં આવ્યા બાદ કુલ 4481 ફોર્મ મંજૂર કરાયા છે. જિલ્લામાં આરટીઇ અંતર્ગત કુલ પ્રવેશ ક્ષમતા 861 બાળકોની છે જે માટે આ વખતે જિલ્લામાં કુલ 3662 ફોર્મ ભરાયા છે. તેમાં 2955 ફોર્મ મંજૂર થયા છે. 248 ફોર્મ રિજેક્ટ અને 459 ફોર્મ કેન્સલ કરાયા છે. આમ ભાવનગર શહેર અને જિલ્લામાં 7436 ફોર્મ મંજુર થયા છે. આ ફોર્મ ભરાયા છે તેનું પરિણામ આગામી તા.26 એપ્રિલના રોજ જાહેર કરાશે. ઓનલાઇન પરિણામમાં જે તે લાયક અને પ્રવેશપાત્ર વિદ્યાર્થીને શાળા ફાળવણી કરાશે.
Home > Saurashtra > Bhavnagar > RTE દ્વારા ધો.1માં વિનામૂલ્યે પ્રવેશની કુલ 1919 બેઠક માટે 7436 ફોર્મ મંજૂર.