જેતપુરમાં છપ્પનભોગનાં દર્શને ભાવિકો ઊમટ્યાં, આજે વિષ્ણુ ગૌપુષ્ટિ પાનનો પ્રારંભ

Latest Rajkot

જેતપુર શહેરમાં સોમયજ્ઞનાં આયોજનથી વૈષ્ણવભક્તોમાં હરખની હેલી ચડી છે. આવું ભવ્ય આયોજન સર્વપ્રથમ વખત થયેલું હોય યજ્ઞ સ્થળે છપ્પનભોગના દર્શનથી વૃંદાવન જેવો માહોલ બની ગયો હતો. આજે સવારે ૮ કલાકથી વિષ્ણુ ગૌપુષ્ટિ પાનનો પ્રારંભ થશે. જય પાર્ક ખાતે યોજાયેલા સોમયજ્ઞમાં સાંજે છપ્પનભોગ ઠાકોરજીને ધરાવવામાં આવ્યો હતો. તેનું મહત્વ સમજાવતાં વૈષ્ણવાચાર્ય રઘુનાથ લાલજી મહારાજે જણાવ્યું હતું કે ભગવાન જયારે લગ્ન કરવા માટે બરસાના પધાર્યા ત્યારે રાધાજીના પિતા વૃષભાનંદજીએ ભગવાનને અને ભગવાનની સાથે આવેલી જાનને છપ્પનભોગ આરોગાવ્યા હતાં.આ પ્રસંગે જેતપુર- જામકંડોરણા ધારાસભ્ય જયેશ રાદડીયા, ચેતનાબેન વિઠ્ઠલભાઈ રાદડીયા, જેતપુર-નવાગઢ નગરપાલિકા પ્રમુખ કુસુમબેન સખરેલીયા સહિતનાં ઉપસ્થિત રહ્યાં હતાં. રાત્રિનાં ૯ કલાકે હાલારી રાસનુ આયોજન કરવામાં આવ્યું હતું . આજે સવારે વિષ્ણુ પાન-ગૌપૃષ્ટી યાગનો પ્રારંભ થશે. જે માટે યજ્ઞ કુંડ ખાસ પ્રકારે તૈયાર કરવામાં આવ્યા છે. રાત્રીનાં ૯ થી ૧૦ કલાક દરમિયાન જાનકી વહુજીના મુખેથી કૃષ્ણ યર્જુવેદ પારાયણ, શ્રીમદ્ ભાગવતજી દશમ સ્કંદનું વાચન થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *