ઉધના રેલવે સ્ટેશન દેશમાં એક માત્ર એવું સ્ટેશન છે કે જેને ગ્રીન રેલવે સ્ટેશન તરીકે વિકસાવાયું છે. સ્ટેશનને ઈકો સિસ્ટમ રિસ્ટોરેશન અને ક્લાયમેટ એક્શનની થીમ પર મોડેલ સ્ટેશન બનાવાયું છે. પેઈન્ટિંગ્સ અને ગ્રીન ગેલેરીથી રોજ 16 હજારથી વધુ લોકોને પર્યાવરણ માટે જાગૃત કરે છે. 4500થી વધુ પ્લાન્ટ્સ અને ટ્રીઝ રોપાયા છે. દેશનું પ્રથમ સ્પેરો ઝોન પણ બનાવાયું છે.ગ્રીન મેન તરીકે જાણીતા વિરલ દેસાઈએ ઉધના સ્ટેશન દત્તક લીધું હતું. જે સ્ટેશન દુનિયાનું એવું પ્રથમ રેલવે સ્ટેશન બન્યું છે જે ઈકો સિસ્ટમ રિસ્ટોરેશન અને બાયોડાવર્સિટી પર તૈયાર થયું હોય.જાપાનીઝ મિયાવાકી પદ્ધતિથી તૈયાર થયું છે.સ્ટેશન પર ફોરેસ્ટ તૈયાર કરાયું છે જેને શહીદ સ્મૃતિ વન નામ અપાયું છે.