ઈલેક્ટ્રિક વાહનોની નીતિ અંગે સ્ટેન્ડિંગમાં ચર્ચા થઈ હતી. આ અંગેના એક સવાલના અધિકારીઓએ કહ્યું હતું કે, ચાર્જિંગ સ્ટેશન માટે નવી 58 જગ્યા ફાઈનલ કરી છે. વીજળી કંપની સપ્લાય આપે તો અહીં ચાર્જિંગ શરૂ કરાશે. સ્ટેન્ડિંગ કમિટીમાં શહેરમાં 38 પ્લોટમાં 75 વડ વાવવાની યોજના બાદ હવે 109 તળાવો પૈકી 75 તળાવને ઉંડા કરીને ત્યાં પાણી ભરીને તેનો વિકાસ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ તળાવોને ઉંડા કરીને ચોમાસા દરમિયાન ઈન્ટરલિકિંગ પદ્ધતિથી આ તળાવોને ભરવા માટે સ્ટેન્ડિંગમાં ચર્ચા થઈ હતી. શહેરમાં ડોર ટુ ડોર કચરો લેવા જતાં વાહનોમાં પણ પહેલા કચરો લેવા જતી ગાડીઓમાં મોટેથી મ્યુઝિક વાગતું જેને કારણે ઉપરના માળે રહેતા લોકોને પણ ખબર પડતી હતીકે, ગાડી આવી છે તો તેઓ નીચે કચરો ફેંકવા આવતાં હતા. અત્યારે અનેક ગાડીઓમાં લાઉડ સ્પીકર બંધ છે જેથી સત્વરે આવા મ્યુઝિક ચાલુ કરાવવા સૂચના આપવામાં આવી છે. પીએમ જય યોજના હેઠળ નીકળતાં કાર્ડ પણ સત્વરે ચાલુ કરાવવા માટે સૂચન થયું છે. હેરિટેજ બિલ્ડિંગો પાસેના દબાણો દૂર કરવા અને ઐતિહાસિક ઇમારતોની યોગ્ય જાળવણી કરવાની માગ થઈ છે.