રીપોર્ટર – ગોવિંદ હડિયા, કેશોદ જુનાગઢ
કેશોદમાં જન જનની આરોગ્ય સુખાકારી અભિયાન અંતર્ગત કેશોદ સરકારી હોસ્પિટલ ખાતે બ્લોક હેલ્થ મેળાનું આયોજન કરવામાં આવ્યું આ કેમ્પમાં જૂનાગઢ સરકારી હોસ્પિટલના ડોકટરોની ટીમ દ્વારા સેવા આપવામા આવી. આરોગ્ય શાખા જિલ્લા પંચાયત જુનાગઢ અને જીલ્લા વહીવટી તંત્ર જુનાગઢ આયોજીત આયુષ્યમાન ભારત અંતર્ગત કેશોદની ગવર્મેન્ટ હોસ્પિટલ ખાતે બ્લોક હેલ્થ મેળાનું આયોજન કરવામાં આવેલ હતુ. જેમાં આરોગ્ય લક્ષી જુદી જુદી યોજનાઓ આરોગ્યલક્ષી કામગીરી કરવામાં આવી હતી. જુનાગઢ સિવિલ હોસ્પિટલના તજજ્ઞો દ્વારા સેવા આપવામાં આવી હતી. બ્લોક હેલ્થ મેળામાં આંખ કાન નાક ગળા દાંત સ્ત્રી રોગ હાડકા માનસિક રોગ જનરલ સર્જન દ્વારા અલગ અલગ રોગની સારવાર કરવામાં આવી હતી સાથે યોગ અને મેડિટેશનને લગતી જાણકારી આપવામા આવી. તેમજ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાના સગર્ભા બહેનોને ચેકઅપ કેમ્પ સહીતની આરોગ્ય લક્ષી વિવિધ કામગીરી સાથે મેળામાં સગર્ભા સ્ત્રીઓની તપાસ કરવા માટે 108 દ્વારા તેમનાં ઘરેથી લેવાં તથા મુકવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. કેશોદની ગવર્મેન્ટ હોસ્પિટલ ખાતે યોજાયેલ બ્લોક હેલ્થ મેળામાં કેશોદ શહેર તાલુકાભરના અસંખ્ય લોઓએ લાભ લીધો હતો.