સાઉથની બ્લોકબસ્ટર ફિલ્મ RRR ની શરઆત થતાની સાથે જ શરુઆતનાં દ્રશ્યમાં એક નાની બાળકી ગીત ગાતી જોવા મળે છે, અંબર સે તોડી…આ ગીતમાં જે યુવતીનો અવાજ સંભળાય છે તે રાગ પટેલનો છે, જે રાતોરાત સ્ટાર બની ગઇ છે. ગુજરાતના અમદાવાદની રાગ પટેલે ફિલ્મ RRRમાં પોતાનો અવાજ આપ્યો હતો. અમદાવાદની 15 વર્ષની રાગ પટેલને નાનપણથી જ ગીતો ગાવાનો શોખ છે, તેણે નાનપણમાં જ એક મોટી સિદ્ધિ મેળવી લીધી છે. અમદાવાદની રાગ પટેલે ફેસબુક પર ફિલ્મના ગીતની કોઇ પોસ્ટ જોઇ હતી, જેમાં પોતાના 3 કોઇ પણ સોન્ગ રેકોર્ડ કરીને રાજામૌલીની ટીમને મોકલવાના હતા. રાગ પટેલ આ વાતને ભૂલી પણ ગઇ હતી. અને અચાનક તેને કોલ આવે છે કે તે ફિલ્મ RRR માટે તેનો અવાજ સિલેક્ટ થઇ ગયો છે. રાજામૌલીની ટીમને રાગ પટેલનો વોઇસ સેંપલ પસંદ આવી ગયો. જેને રેકોર્ડ કરવા માટે હૈદરાબાદ બોલાવી હતી.રાગ પટેલના પરિવારની જો વાત કરીએ તો, પિતા રાજીવ પટેલ એક પ્રાઇવેટ કંપનીમાં કામ કરે છે, જ્યારે માતા રિદ્વિ પટેલ હાઉસ વાઇફ છે. માત્ર 8 વર્ષની ઉંમરથી જ રાગ પટેલ શાસ્ત્રીય સંગીત શીખી રહી છે. ખાસ વાત એ છે કે, રાગ પટેલ અમદાવાદની પહેલી તેલૂગૂ ફિલ્મમાં હિન્દી વર્ઝનમાં ગીત ગાનારી નાની વયની સિંગર પણ બની ગઇ છે. રાગની આ પ્રતિભા એટલી પ્રખ્યાત થઇ ચૂકી છે કે, ગુજરાતના સીએમ ભૂપેન્દ્રભાઇ પટેલે પણ અમૃત મહોત્સવમાં RRR ફિલ્મની ગાયિકાને સમ્માનિત કરી હતી. સિંગર રાગ પટેલને કેનવાસ પેઇન્ટીંગનો પણ શોખ છે, આ સાથે તે બૉલીવૂડ સોન્ગ અને રેટ્રો સોન્ગ પણ ખૂબ પસંદ છે. ફિલ્મ RRR ના બોક્સ ઓફિસ ક્લેક્શનની જો વાત કરીએ તો રામ જૂનિયર એનટીઆર, રામ-ચરણ, આલિયા ભટ્ટ સ્ટારર ફિલ્મ RRR 25 માર્ચે રિલીઝ થઇ હતી, જેણે 24 દિવસમાં 751.65 કરોડનું કલેક્શન કરી લીધુ છે.