‘શેરશાહ’માં સિદ્ધાર્થ મલ્હોત્રાએ આર્મી જવાન બનીને ચાહકોને દિલ જીત્યા હતા. હવે સિદ્ધાર્થ મલ્હોત્રા પોલીસના રોલમાં જોવા મળશે. સિદ્ધાર્થ ડિરેક્ટર રોહિત શેટ્ટીની વેબ સિરીઝ ‘ઇન્ડિયન પોલીસ ફોર્સ’માં જોવા મળશે. આ વેબ સિરીઝ એમેઝોન પ્રાઇમ પર સ્ટ્રિમ થશે. આ સિરીઝ સાથે રોહિત શેટ્ટી ડિજિટલ પ્લેટફોર્મ પર ડેબ્યૂ કરશે. રોહિત શેટ્ટી તથા સિદ્ધાર્થ મલ્હોત્રાએ સો.મીડિયામાં સિરીઝનું ટીઝર રિલીઝ કર્યુ છે. ટીઝરમાં સિદ્ધાર્થ મલ્હોત્રા પોલીસ યુનિફોર્મમાં જોવા મળે છે. સિરીઝમાં દમદાર એક્શન જોવા મળશે. સિરીઝના અન્ય કલાકારો અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી. ઉલ્લેખનીય છે કે રોહિત શેટ્ટીએ આ પહેલાં અજય દવેગન સાથે ‘સિંઘમ’, રણવીર સિંહ સાથે ‘સિમ્બા’ તથા અક્ષય કુમાર સાથે ‘સૂર્યવંશી’ બનાવી હતી. આ તમામ ફિલ્મ થિયેટરમાં રિલીઝ થઈ હતી. સિદ્ધાર્થ મલ્હોત્રાની અપકમિંગ પ્રોજેક્ટની વાત કરીએ તો તે ‘મિશન મજનુ’માં જોવા મળશે. આ ફિલ્મમાં સાઉથ એક્ટ્રેસ રશ્મિકા મંદાના છે. આ ઉપરાંત સિદ્ધાર્થ કરન જોહરની ફિલ્મ ‘યૌદ્ધા’માં કામ કરી રહ્યો છે. આ ફિલ્મમાં દિશા પટની છે. ફિલ્મ ‘થેંક ગોડ’માં રકુલ પ્રીત સિંહ તથા અજય દેવગન સાથે છે.