છેલ્લા કેટલાક દિવસથી કાળઝાળ ગરમી પડી રહી છે.ત્યારે જ ખેડૂતો માટે વધુ એક માઠા સમાચાર સામે આવી રહ્યાં છે.અને બે દિવસ વાતાવરણમાં પલટો આવી શકે છે.અને દરિયાઈ પટ્ટી વિસ્તારમાં માવઠું થઈ શકે છે.જેથી ખેડૂતો ચિંતિત બન્યાં છે.ઉનાળાની સીઝનમાં ચોમાસુ માહોલ સર્જાય શકે છે. જૂનાગઢ હવામાનના ધીમંત વઘાસીયાએ જણાવ્યું હતું જે આગામી 21 અને 22 એપ્રિલના રોજ વાતાવરણમાં પલટો આવી શકે છે.અને માવઠાની શક્યતાઓ રહેલી છે.જોંકે ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લા માટે થોડા રાહતના સમાચાર છે.પરંતુ અમરેલી અને ભાવનગર દરિયાઈ પટ્ટીમાં વરસાદની શક્યતાઓ રહેલી છે. અન્યત્ર મોટાભાગે વાતાવરણ વાદળછાયું જોવા મળી શકે છે.અત્રે ઉલ્લેખનીય છે, કે જો માવઠું થશે તો ઉનાળુ પાકને વ્યાપક નુકસાન થઈ શકે છે અને ખેડૂતોને આર્થિક ફટકો પડી શકે છે.અત્રે ઉલ્લેખનીય છે,કે આજે તાપમાનમાં વધારો થશે અને હિટવેવની સ્થિતિ જોવા મળી શકે છે.જો કે બીજા દિવસથી ઘટાડો થશે. જ્યારે વાત કરીએ કેરી ઉત્પાદકોની તો આગામી થોડા દિવસોમાં જ કેરીની સીઝન શરૂ થશે જો કમોસમી વરસાદ થયો તો આંબાવાડીઓમાં પણ ભારે નુકસાન થઈ શકે છે. ધીમંત વઘાસીયાએ વધુમાં જણાવ્યું હતું કે આગામી થોડા દિવસ તાપમાન 38 થી 40 ડિગ્રી સુધી જ રહેશે બાદમાં ફરી તાપમાનમાં વધારો થશે.