ભરૂચ: આમોદ નવા એસ. ટી ડેપોથી ભરૂચ રેલ્વે સ્ટેશન જવા માટે સ્પેશિયલ બસ દ્વારા તાલુકામાં રહેતા ઉત્તરપ્રદેશનાં પરપ્રાંતીઓ પોતાના વતન જવા રવાના.

bharuch
રિપોર્ટર: મકસુદ પટેલ,આમોદ

લોકડાઉનને લઈને પરપ્રાંતીયો ભરુચ જીલ્લામાં ફસાયા છે જેમને વતન મોકલવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશેષ ટ્રેનોની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. છેલ્લા કેટલાક દિવસથી શ્રમિકો પરિવાર અને વતન જવા માટે માંગ કરી રહ્યા હતા. આવા શ્રમિકો નોંધણી કરી તેમણે વતન મોકલવાની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
ત્યારે પેટિયું રળવા આમોદ પંથક માં આવેલ ઉત્તર પ્રદેશ નાં 10 પરપ્રાંતીયો ઓ ની પોતાના માદરે વતન જવા ની માંગ ને ધ્યાને લય ને તંત્ર દ્વારા સ્પેશલ બસ થી ભરૂચ રેલવે સ્ટેશન રવાના કરવામાં આવ્યા. પરપ્રાંતીયો એ વતન જવા અગાઉ ટિકિટ પેટે જમા કરેલ પૈસા સરકાર ની ગાઈડ લાઈન મુજબ પરત આપવામાં આવ્યા.પોતાના માદરે વતન રવાના થતા પરપ્રાંતીઓ માં ખુશી નો માહોલ જોવા મળ્યો હતો.આમોદ નાયબ મામલતદાર તેમજ આમોદ નગર પાલિકા મુખ્ય અધિકારી તેમજ જોનલ ઓફિસર ઉપસ્થિત રહ્યા હતા.દરેક લોકોને ભોજન પાણી સહિતની વ્યવસ્થા કરી સોશિયલ ડીસ્ટન્સ નું ખાસ ધ્યાન જાળવવા સૂચન કરવામાં આવ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *