આણંદ શાસ્ત્રીબાગમાં જાળવણીના અભાવે રમતગમતના સાધનો બેહાલ, શહેરીજનો વિદ્યાનગર બાગમાં જવાનું વધુ પસંદ કરે છે.

Anand Latest

આણંદ શહેરના શાસ્ત્રીબાગમાં જાળવણીના અભાવે બાગની શોભા માટે મુકવામા આવેલ પ્રતિમા સહિત રમતગમતના સાધનો દુર્દશા હાલતમા ફેરવાઇ ગયા છે.ત્યારે દરવર્ષે આણંદ પાલિકા દ્વારા શહેરના બાગ બગીચામાં મરામત માટે લાખો રૂપિયા એજન્ડામાં મંજૂર કરવામાં આવે છે. પરંતુ કામગીરી થતી નહી હોવાથી શહેરના બાગ વિરાન બની ગયા છે. જો કે ઉનાળામાં ગરમી બચવા માટે શહેરીજનો બાગબગીચામાં બાળકોને લઈ ફરવા જતાં હોય છે. પરંતુ બાગબગીચામાં પુરતી સુવિધા નહી હોવાને કારણે તંત્ર સામે રોષ વ્યકત કર્યો હતો. પ્રાપ્ત માહિતી મુજબ આણંદ નગરપાલિકાએ તાજેતરમા ચાર માસ પહેલા મળેલી સામાન્ય સભામાં આણંદ શહેરના નાના મોટા 9 બાગના સમારકામ સહિત નવા કામ માટે 25 લાખ ઉપરાંત રકમ એજન્ડામાં મંજૂર કરી હતી. શહેરના કૈલાસભૂમિ,નવા બસ સ્ટેન્ડ સામે આવેલા સરદાર બાગ સહિતના અન્ય બાગ બગીચાઓમાં સાફ સફાઈ સહિત જાળવણી માટે કોન્ટ્રાકટ આપવામા આવ્યો હોવા છતાંય રમત ગમતના સાધનો, વાવાઝોડા વખતે તુટી ગયેલી પ્રતિમા સહિત પીવાના પાણીની સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે. જેના પગલે આણંદ શહેરના નગરજનો વિધાનગર બાગ બગીચામાં બાળકોને ફરવા માટે લઈ જવા માટે વધુ પસંદ કરતા હોય છે.આ અંગે આણંદ નગરપાલિકા બાગ બગીચા વિભાગના સુત્રોએ જણાવેલ કે શહેરના શાસ્ત્રી બાગમાં તુટી ગયેલી પ્રતિમાઓ બદલવામા આવનાર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *