ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી દ્વારા 10 હજાર રમકડાં ગરીબ બાળકોને વહેંચવા ઝુંબેશ શરૂ કરાઈ છે. કુલપતિ હર્ષદભાઈ શાહે આપેલી પ્રેરણાથી કુલસચિવ ડૉ. અશોક પ્રજાપતિના માર્ગદર્શનમાં ટૉય ઈનોવેશન વિભાગ અને સમાજકાર્ય વિભાગ દ્વારા મેગા ટૉય ડોનેશન ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં 3500 જેટલાં રમકડાં એકત્ર થયા છે. આગામી સમયમાં ઝુંબેશમાં એન.જી.ઓ. તેમજ સામાજિક-ધાર્મિક સંગઠનોને જોડવામાં આવશે. આ અંગે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીની સ્કૂલ ઑફ ઈન્ડિક સ્ટડીઝના ડાઈરેક્ટર ડૉ. નિમિશ વસોયાએ જણાવ્યું કે, ‘એકતરફ અનેક એવા પરિવારો છે, જેમાં બાળકો મોટાં થઈ ગયાં છે અને તેમનાં રમકડાં એમને એમ પડી રહ્યાં છે. બીજી તરફ ગરીબ-વંચિત પરિવારોનાં બાળકોએ રમકડાં જોયાં પણ નથી. આવાં બાળકો સુધી રમકડાં પહોંચાડવા અને રમકડાંથી રમવાના આનંદ સાથે શિક્ષણ આપવાના ઉદ્દેશ્ય સાથે ડ્રાઈવ શરૂ કરી છે.