24મીએ ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા આપશે 60,629 ઉમેદવારો.

Bhavnagar Latest

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા બિન સચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ-3ની લેખિત પરીક્ષા ભાવનગર જિલ્લામાં તા.24 એપ્રિલને રવિવારે યોજાનાર છે. આ પરીક્ષામાં બિન સચિવાલય કલાર્ક અને સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ-3ની પરીક્ષા માટે તકેદારી અધિકારી, મંડળના પ્રતિનિધિની તાલીમ માટે અગત્યની બેઠક જ્ઞાનમંજરી શાળામાં યોજાઇ ગઇ આ પરીક્ષામાં ભાવનગર જિલ્લાના 197 કેન્દ્રો ખાતે 2024 બ્લોકમાં કુલ 60,629 ઉમેદવારો પરીક્ષા આપવાના છે. આ પરીક્ષા માટે તાલીમ અને માર્ગદર્શન અધિક કલેકટર બી.જે.પટેલ અને ડીઇઓ એન.જી.વ્યાસ, ડેપ્યુટી ડીપીઇઓ એમ.આર.પાંડે તથા ઇ.આઇ. વિક્રમસિંહ પરમાર સહિતનાએ આપ્યું હતુ. દરેક સેન્ટર ખાતે માર્ગદર્શિકાનું ચૂસ્તપણે પાલન થાય તે માટે બે અધિકારીઓ મુકવામાં આવશે જે સતર્કતાથી નિરીક્ષણ કરશે. પરીક્ષા કેન્દ્રોની આજુબાજુના વિસ્તારોમાં અસામાજિક તત્વો એકઠા થઇ પરિક્ષાર્થીઓને ખલેલ ન પહોંચાડે તેમજ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે હેતુથી પરીક્ષાના દિવસો દરમિયાન જે તે પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા સમય દરમિયાન જરૂરી પ્રતિબંધો ફરમાવતું જાહેરનામું બહાર પડવામાં આવેલ છે. પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષાના સમય દરમિયાન પરીક્ષા કેન્દ્રોની 100 મીટરમાં ઝેરોક્ષ, ફેક્સ, સ્કેનર મશીનના ઉપયોગ પર તેમજ લાઉડ સ્પીકર કે બેન્ડવાજા, 4 કે તેથી વધુ માણસોના એકઠા થવા પર તેમજ પરીક્ષા કેન્દ્રમાં મોબાઈલ ફોન કે અન્ય ઇલેક્ટ્રોનિક ગેઝેટ લઇ જવા પર અને તેના ઉપયોગ પર તથા પરીક્ષા કેન્દ્રમાં કોઈ અનઅધિકૃત વ્યક્તિના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે.આ જાહેરનામાના અમલ તથા તેના ભંગ બદલ સજા કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *