બ્રિટિશ PM બોરિસ જોનસન રિવરફ્રન્ટ ફેસિંગ હોટેલના બુલેટપ્રૂફ સ્યૂટમાં રોકાશે.

Ahmedabad Latest

પ્રથમ વખત ભારતની મુલાકાતે આવી રહેલા બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોનસન અમદાવાદથી તેમની ભારત યાત્રા શરૂ કરશે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ બ્રિટિશ વડાપ્રધાન આશ્રમ રોડ પર આવેલી હોટેલ હયાત રિજન્સીમાં રોકાશે. તેમનો બુલેટપ્રુફ સ્યુટ રિવરફ્રન્ટ ફેસિંગ છે. બ્રિટિશ ડેલિગેશન માટે હોટેલના 9મા અને 10મા માળ સહિત 80 રૂમ બુક કરવામાં આવ્યા છે. હાલમાં બ્રિટિશ વડાપ્રધાન અને તેમની સાથે આવનારા મહાનુભાવોની સિક્યોરિટી તેમજ તેમના માટે ભોજનની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો હોવાનું સૂત્રોનું કહેવું છે. આખી હોટલમાં આ એક જ સ્યૂટ છે જે બુલેટપ્રુફ છે. આ સ્યુટ રિવરફ્રન્ટને ફેસ કરે છે. રિવરફ્રન્ટ જોઈ શકાય તે માટે અમદાવાદ આવતા મોટાભાગના વીવીઆઇપી આ સ્યૂટમાં જ રોકાતા હોય છે.સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ હોટલના શેફ અને તેની ખાસ ટીમ બોરિસ જોનસનની ટીમ સાથે વાત કરી રહી છે. બોરિસની ટીમે હોટલના સત્તાધીશો સાથે ખાસ ડાયટ પ્લાન પણ શેર કર્યો છે. જેના આધારે તમામ વાનગીઓ તૈયાર થશે. તકેદારીના ભાગરૂપે બોરિસ જોનસન સાથે આવતા ડેલિગેશનનો RTPCR ટેસ્ટ હોટલમાં કરાવવામાં આવશે. હયાતના આ પ્રેસિડેન્શિયલ સ્યૂટમાં આમ તો શાહરુખ ખાન, ક્રિસ હેમ્સવર્થ અને એ. આર. રહેમાન સહિત અનેક મોટા સ્ટાર્સ રોકાઇ ચૂક્યા છે. પણ અંતમાં વિરાટ કોહલી અને રોહિત શર્મા આ રૂમમાં રોકાયા હતા. આ બન્ને ક્રિકેટર બાદ બોરિસ જ્હોન્સન આ સ્યૂટમાં રોકાશે. જેના માટેની ખાસ તૈયારીઓ થઇ ચૂકી છે. મોદી 2014માં વડાપ્રધાન બન્યા પછી અત્યાર સુધી 14 દેશના વડાએ અમદાવાદની મુલાકાત લીધી છે. ડોનાલ્ડ ટ્રમ્પ, શી જિનપિંગ, શિંજો આબે, બેન્જામિન નેતન્યાહૂ જેવા નેતાઓ શહેરમાં આવી ચૂક્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *