વેસ્ટર્ન રેલવેના ભવ્ય ભૂતકાળનો વારસો ધરાવતા વડોદરા શહેરના પ્રતાપનગરની રેલવે કોલોની ખાતે આવેલ હેરિટેજ રેલવે મ્યુઝિયમ 18 એપ્રિલે સોમવારના રોજ વર્લ્ડ હેરિટેજ ડે નિમિત્તે સવારે 8 વાગ્યાથી રાત્રિના 8 વાગ્યા સુધી જાહેર જનતા માટે ખુલ્લું રહેશે. નાગરિકોને નિ:શુલ્ક પ્રવેશ આપવામાં આવશે. વડોદરાના ડીઆરએમ અમિત ગુપ્તાએ જણાવ્યું હતું કે, પ્રતાપ નગર ખાતે આવેલ હેરિટેજ મ્યુઝિયમમાં ભૂતકાળના પ્રાચીન રેલવેના વારસાને સાચવવામાં આવ્યો છે. ગાયકવાડી સમયની નેરોગેજ ટ્રેનનો ઇતિહાસ, હેન્ડ જનરેટર, સ્ટીમ વોટર પંપ અને બ્રિટિશ સમયના પિયાનો ગિટાર સહિત રેલવેને લગતી અનેક ચીજ વસ્તુઓનો સંગ્રહ કરવામાં આવેલો છે.