ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા પૂર્ણ થઈ છે.ધોરણ 12 સાયન્સ બાદ એન્જિનિયરિંગ અને ફાર્મસીમાં પ્રવેશ મેળવવા માટે ગુજકેટની પરીક્ષા યોજાઈ રહી છે. આજે સવારે 10 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી પરીક્ષા યોજશે. અલગ અલગ તબક્કામાં આજે 3 વિષયની પરીક્ષા યોજાશે. જેમાં 10 થી 12 વાગ્યા સુધી ફિઝિક્સ અને કેમેસ્ટ્રીની પરીક્ષા, 1 વાગ્યાથી 2 વાગ્યા સુધી બાયોલોજીની પરીક્ષા અને 3 થી 4 વાગ્યા સુધી મેથ્સની પરીક્ષા લેવાશે. રાજ્યમાં કુલ 1.07 લાખ વિદ્યાર્થીઓ ગુજકેટની પરીક્ષા આપી રહ્યા છે. જેમાં અમદાવાદમાં પણ 9189 વિદ્યાર્થીઓ 46 કેન્દ્રો પર પરીક્ષા આપી રહ્યા છે.આજની પરીક્ષામાં વિદ્યાર્થીઓને કેલ્ક્યુલેટર અને કાળી પેન સિવાય અન્ય કોઈ સાહિત્ય લઈ જવામાં દેવામાં આવી રહ્યું નથી. આજની પરીક્ષા કુલ 120 માર્કસની છે. જેમાં 3 વિષયોના 40 -40 ગુણભાર છે. આજના પરિણામના 40 ટકા અને બોર્ડની પરીક્ષાના 60 ટકા એમ ગણતરી કરીને એન્જીનિયરિંગ અને ફાર્મસી માટે મેરીટ જાહેર થશે.આયુષ પટેલ નામના વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે પરીક્ષા તો સરળ હોય છે પરંતુ અંદરથી બહુ પ્રશ્ન પુછાય છે. જે માટે આખી ટેક્સ્ટ બુકની મહેનત કરવી પડે છે. તે અત્યારે કરી છે. બોર્ડની પરીક્ષા બહુ સારી રહી હતી. અત્યારે તો 90 થી 100 સુધી માર્ક્સ આવી શકે તેમ છે તે બાદ સારી કોલેજમાં લઈને એન્જીનિયરિંગ કરવું છે.વિદ્યાર્થિઓ ચિંતા મુક્ત થઈને પરીક્ષા આપવા જઈ રહ્યા છે. બોર્ડની પરીક્ષાની જેમ ગુજેક્ટની પરીક્ષામાં પણ પેપર સરળ રહે તેવી વિદ્યાર્થીઓને આશા છે.