કેશોદના મેસવાણ ગામે આમ આદમી પાર્ટી દ્વારા જન સંવાદ કાર્યક્રમ યોજાયો.

Junagadh Latest

રીપોર્ટર – ગોવિંદ હડિયા, કેશોદ, જુનાગઢ

કેશોદના મેસવાણ ખાતે પ્રવીણભાઈ રામ અને પરેશભાઈ ગોસ્વામીની આગેવાનીમાં યોજાયેલા જન સંવાદ કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં જન મેદની ઉમટી. કેશોદ કોંગ્રેસ મહામંત્રી ચંદુભાઈ ધોડાસરા તેમજ અન્ય ૧૦૦ જેટલા કોંગ્રેસના કાર્યકરોએ પ્રવીણભાઈ રામના હાથે આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો હતો. કેશોદના મેસવાણ ગામે આમ આદમી પાર્ટી દ્વારા જન સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પ્રખર ખગોળશાસ્ત્રી પરેશભાઈ ગોસ્વામીએ પ્રાકૃતિક ખેતી વિષયક મહત્વની અનેક માહિતી આપી હતી અને પ્રવીણભાઈ રામે જનતા સાથે સંવાદ કર્યો હતો. શિક્ષણ આરોગ્ય અને સરકારની સુવિધાઓથી જનતા ખુશ છે કે નહિ એવું એમના દ્વારા જનતાને પૂછાતા હાજર તમામ જનતાએ સરકારની કામગીરીથી ખુશ નથી એવી વાત કરી હતી. ત્યારબાદ પ્રવીણભાઈ રામે સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા હતા અને લોકોને પરિવર્તન તરફ આગળ વધવા હાંકલ કરી હતી.જન સંવાદ કાર્યક્રમમાં કેશોદ કોંગ્રેસના મહામંત્રી ચંદુભાઈ ધોડાસરા તેમજ કોંગ્રેસના બીજા ૧૦૦ કાર્યકરો મેસવાણ ઉપસરપંચ પંચાયતના ૨ પૂર્વ સભ્ય ગૌશાળાના પ્રમુખ સહિત અન્ય જવાબદાર લોકોએ પ્રવીણભાઈ રામ અને પરેશભાઈ ગોસ્વામી હસ્તક આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો હતો અને પાર્ટીની વિચારધારા સાથે જોડાયા હતા. જન સંવાદ કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં હાજર તમામ લોકોએ પાર્ટીમાં જોડાવાની ઈચ્છા વ્યકત કરતા પ્રવીણભાઈ રામ પરેશભાઈ ગોસ્વામી અને હાજર પાર્ટીના તમામ જવાબદાર હોદેદારો સામે ચાલીને લોકો જ્યાં બેઠા હતા ત્યાં જઈને પાર્ટીનો ખેસ પરાવી હાજર તમામ લોકોનું પાર્ટીમાં સ્વાગત કર્યું હતું. આમ આદમી પાર્ટી ગુજરાતમાં દિવસેને દિવસે સક્રિય બની રહી છે. હાલ આમ આદમી પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતની તમામ વિધાનસભાઓમાં જન સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહયું છે. જેમના ભાગરૂપે કેશોદ વિધાનસભામાં મેસવાણ ખાતે પ્રવીણભાઈ રામ અને પરેશભાઈ ગોસ્વામીની આગેવાનીમાં જન સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *