રીપોર્ટર – ગોવિંદ હડિયા, કેશોદ, જુનાગઢ
કેશોદ એરપોર્ટમાં આજથી કેશોદ મુંબઈ પ્રથમ ફલાઈટનો પ્રારંભ મુસાફરોમાં અનેરો ઉત્સાહ રાજય કક્ષાના મંત્રી દેવાભાઈ માલમે મુસાફરોને મીઠાઈ આપી પ્રથમ ફ્લાઇટમાં મુસાફરી કરવા બદલ શુભેચ્છા પાઠવી.આશરે ૯૨ વર્ષ પહેલાં જુનાગઢ નવાબે સ્થાપિત કરેલ કેશોદ એરપોર્ટમાં છેલ્લાં ૨૧ વર્ષથી કોમર્શીયલ વિમાની સેવા બંધ હતી. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા પચ્ચીસ કરોડના ખર્ચે નવીનીકરણ કરી આધુનિક એરપોર્ટ બનાવેલ છે. જેનુ ગઈ કાલે ઉદઘાટન થયા બાદ આજે ૭૨ સીટની ક્ષમતા વાળા પ્લેનનો પ્રથમ કેશોદ મુંબઈ ફ્લાઇટનો શુભારંભ થયો. જેમાં ૭૨ મુસાફરોએ મુસાફરીનો લાભ લીધો કેશોદ એરપોર્ટમાં કોમર્શીયલ વિમાની સેવા શરૂ થતાં મુસાફરોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વધુ પડતા મુંબઈના મુસાફરોએ પ્રથમ ફલાઈટની મુસાફરીનો લાભ લીધો હતો. કેશોદ મુંબઈ ફ્લાઇટનો શુભારંભના પ્રથમ દિવસે જ ૭૨ સીટની ક્ષમતાના વિમાનની મુસાફરી માટે ૭૨ મુસાફરોએ રીઝર્વેશન બુકિંગ કરાવી. પ્રથમ ફ્લાઇટમાં મુસાફરીનો લાભ લીધો હતો અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની કેશોદ એરપોર્ટની નવી સેવાને બિરદાવી હતી. કેશોદ એરપોર્ટમાં કેશોદ મુંબઈ પ્રથમ ફલાઈટના શુભારંભે રાજ્યકક્ષાના મંત્રી દેવાભાઈ માલમે મુસાફરો અને એરપોર્ટ ઓથોરિટી હોદેદારોને મીઠાઈ ખવડાવી હતી. પ્રથમ ફ્લાઇટમાં મુસાફરીનો લાભ લેવા બદલ શુભેચ્છા પાઠવી હતી. કેશોદ એરપોર્ટમાં વિમાની સેવા બંધ હતી ત્યારે મુસાફરોએ રાજકોટ એરપોર્ટથી વિમાની સેવાનો લાભ મળતો જ્યારે કેશોદથી વિમાની સેવા શરૂ થતાં મુસાફરોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.