કેશોદ તાલુકાના આઠ ગામના સરપંચો સહીતના લોકો પ્રતિક ઉપવાસ શરૂ કર્યા.

Junagadh Latest

રીપોર્ટર – ગોવિંદ હડિયા, કેશોદ, જુનાગઢ

અવારનવાર થતાં અકસ્માતો અંગે અનેક વખત નેશનલ હાઈવે ઓથોરીટીને લેખીત મૌખિક રજુઆતો છતાં પ્રશ્ન હલ ન થતાં કેશોદના કોયલાણા ડીવાઈડર સર્વિસ રોડ ઓવરબ્રીજની માંગ સાથે આવેદનપત્ર આપેલ હતુ આજે આઠ ગામોના સરપંચો સહીત અનેક લોકો પ્રતિક ઉપવાસ શરૂ કર્યા જરૂર જણાયે ઉગ્ર આંદોલન રોડ ચક્કાજામ કરવાની પણ ચિમકી ઉચ્ચારી છે. જેતપુર-સોનામ નેશનલ હાઈવેના કોયલાણા લાઠીયા ગામ નજીકના ભાગે કેશોદ તાલુકાના પાણખાણ એપ્રોત્ર રસ્તો ટચ થાય છે. આ પાણખાણ એપ્રોચ રસ્તાનો કાયમી ઉપયોગ કોયલાણા પાણખાણ સહીત પાંચથી વધુ ગામો સહીત કેશોદ માંગરોળના તાલુકાના ગામોના લોકો વાહન વ્યવહાર કરે છે. કોયલાણા ગામેથી પસાર થતો જેતપુર સોમનાથ નેશનલ હાઈવેનું નિર્માત્ર અંદાજે વર્ષ ૨૦૧૫ માં કરવામાં આવેલ છે. જયારે આ નેશનલ હાઈવેનુ કામ શરૂ હતુ ત્યારે આ વિસ્તારના તમામ સરપંચઓ ગ્રામ્ય આગેવાનો વાહન ચાલકો અને જાહેર જનતા ધ્વારા સર્વિસ રોડ ડીવાઈડર કે ઓવરબ્રીજ આપવા લેખીત મૌખિક રજુઆતો કરેલ હતી તેમ છતા કોઈ જાતનું નીરાકરણ કરેલ નથી. જેથી છેલ્લાં સાતેક વર્ષમાં પંદરથી વીસ લોકોના અકસ્માતમાં મૃત્યું પામ્યાં છે અને વીસથી પચ્ચીસ લોકો અકસ્માતથી કાયમી અંપગતતાનો ભોગ બન્યા છે. આ બાબતે આ વિસ્તારના પ્રતિનિધિઓને પણ અવાર નવાર લેખીત અને મૌખીક રજુઆતો કરી પ્રતિનિધિઓને સ્થળની રૂબરૂ મુલાકાત કરાવી વાસ્તવિક પરિસ્થિતીઓથી વાકેફ કરેલ છે. વારંવારની રજુઆતનું માત્રને માત્ર આશ્વાસન મળેલ છે. પરંતુ જીવલેણ પ્રાણ પ્રશ્નનો કોઈ નક્કર ઉકેલ કે નિર્ણય થયેલ નથી જેવી રજુઆત સાથે ડે. કલેકટર અને મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું અને પ્રતીક ઉપવાસનું અલ્ટીમેટમ આપ્યું હતું. જે અનુસંધાને આજથી આઠ ગામના સરપંચો સહીત અનેક લોકોએ પ્રતીક ઉપવાસ શરૂ કર્યા છે. હનુમાન મંદિરે સુંદરકાંડ પાઠ કરી સરકાર વિરોધી સુત્રોચ્ચાર કર્યા હતા મૃતકોની આત્માને શાંતિ મળે તે માટે બે મીનીટ મૌન પાળયું હતુ. દરરોજ સવારે દશથી સાંજના પાંચ કલાક સુધી પ્રતિક ઉપવાસ કરવામાં આવશે છતાં માંગણી નહી સંતોષાય તો ઉગ્ર આંદોલન અને જરૂર જણાયે રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે. તેવી પણ ચિમકી ઉચ્ચારી છે આઠ ગામના સરપંચો સહીતના અનેક લોઓએ આજથી પ્રતીક ઉપવાસ શરૂ કર્યા છે. માંગણી નહી સંતોષાય તો આ વિસ્તારની જાહેર જનતા આગેવાનો ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન જરૂર જણાયે રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે તેવી ચિમકી પણ ઉચ્ચારી છે. ત્યારે હાઈવે ઓથોરીટી દ્વારા માંગણી સંતોષાશે કે લોકોએ રસ્તા રોકો આંદોલન કરવા મજબુર થવુ પડશે તે આવનારો સમય જ બતાવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *