વડોદરા નજીક ખટંબા પ્રધાનમંત્રી આવાસ યોજના માં પાણીની વ્યવસ્થા નહીં હોવાથી અનેક લોકો રહેવા આવ્યા નથી જે બાબતને ધ્યાનમાં રાખીને વુંડાએ ખટંબા પ્રધાનમંત્રી આવાસ યોજના માં આઠ બોરવેલ બનાવવાનું આયોજન હાથ ધર્યું છે. વુડા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મોજે ખટંબાના બ્લોક નં.72/2/ પૈકી તથા બ્લોક નં.77/ પૈકી ખાતે ઈ.ડબલ્યુ.એસ.-2ના કુલ 1286 આવાસો, 50 દુકાનો તથા 50 ઓફિસોના બાંધકામની કામગીરી પુર્ણ કરવામાં આવેલ હતી. જેમાં પઝેશન સોંપવાની કામગીરી તથા લાભાર્થીઓ દ્વારા આવાસ યોજનાનું એસોસિયેશન બનાવવાની કામગીરી પણ પ્રગતિ હેઠળ છે. લગભગ 1240 જેટલા આવાસોના પઝેશન સોંપી દીધેલ છે. આવાસ યોજનાના બાંધકામ દરમ્યાન બોરવેલનું પાણી પોર્ટેબલ ન હોવાને કારણે આવાસ યોજનાનું બાંધકામ બહારથી પોર્ટેબલ પાણી લાવી કરવામાં આવેલ હતુ. જે વિગતે આવાસ યોજનાના વપરાશ માટે બનાવવાના થતા બોરવેલને રિચાર્જવેલમાં તબદીલ કરવામાં આવેલ છે. પરંતુ આવાસ યોજનામાં વડોદરા પાલિકા દ્વારા સ્પલાય કરવામાં આવતો પાણીનો જથ્થો જરૂરિયાત કરતા ઓછો હોવાને તથા આવાસ યોજનાના લાભાર્થીઓ દ્વારા વારંવાર કરવામાં આવેલ રજુઆતોને ધ્યાને લઈ અત્રેની કચેરી દ્વારા વડોદરા પાલિકાને પાણીના જથ્થા તથા સમયમાં વધારો કરવા માટે ભલામણ કરવામાં આવેલ હતી. જે પરત્વે વી.એમ.સી. દ્વારા આવાસ યોજનામાં બોર બનાવી તેઓ દ્વારા સપ્લાય કરવામાં આવતા પાણીને મીક્ષ કરી વપરાશમાં લેવા જણાવવામાં આવેલ હતું.
આથી આવાસ યોજનામાં વધારાના 8 બોરવેલ બનાવવા માટે મંજુરી મેળવી આવાસ યોજનામાં પી.એમ.સી. તરીકે કામગીરી સંભાળનાર એજન્સીને વર્ક ઓર્ડર આપી મંજુરી મુજબના કુલ 8 બોરવેલ બનાવવાનો અંદાજ રૂ.35,91,623નો તૈયાર કરાવેલ છે. DPR તૈયાર કરી ઓનલાઈન ટેન્ડર બહાર પાડી ઈજારદાર નક્કી કરવા અંગેની કાર્યવાહી કરેલ છે. બોરવેલ બનાવવાની કામગીરી માટે નક્કી કરેલ પી.એમ.સી. તથા ઈજારદાર નક્કી કરવા માટે બહાર પાડવામાં આવેલ ટેન્ડરને બહાલી આપવા અંગેનો મુદ્દો વુડા બોર્ડના સભ્યો સમક્ષ ચર્ચા વિચારણા તથા નિર્ણય અર્થે રજુ કરતા ચર્ચા વિચારણા બાદ સર્વાનુમતે ટેન્ડર પ્રક્રિયાને બહાલી આપવામાં આવતા કામગીરી કરવા થનાર ખર્ચ અંગેની આગળની કરવાની થતી તમામ કાર્યવાહીની સત્તા મુખ્ય કારોબારી અધિકારીને સોંપવામાં આવશે.