રણબીર – આલિયાના લગ્નના ઓટીટી રાઇટ્સ વેચવામાં આવ્યા હોવાનો પ્રચાર.

Uncategorized

રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નના એક્સલુસીવ વીડિયો રાઇટ્સ એક ઓટીટી પ્લેટફોર્મને આશરે 90 થી 100 કરોડમાં વેચવામાં આવ્યા હોવાની વાત ઉડાડવામાં આવી છે.  ભૂતકાળમાં વિકી કૌશલ અને કેટરીના કૈફના લગ્ન વખતે પણ આવી વાત ઉડાડવામાં આવી હતી. બોલિવુડ સ્ટાર્સની પીઆર ટીમ સ્ટાર્સને લાગતી મહત્વપૂર્ણ ઈવેન્ટ્સ મીડિયામાં ચર્ચાયા કરે એટલે આવી વાતો ફેલાવે છે. પ્રિયંકા ચોપરા અને નિક જોનાસએ પોતાના લગ્નના વીડિયો રાઇટ્સ એક ખાનગી ચેનલને વેચ્યા હતા. હોલિવિડમાં આ રીતે સેલેબ્સ ઈવેન્ટ્સના રાઇટ્સ વેચાય છે અને તેનું અલાયદું બજાર પણ છે. પરંતુ હજુ ભારતમાં આ માર્કેટ વિકસ્યું નથી. વિકી કૌશલ અને કેટરીના કૈફના લગ્ન વખતે રાઇટ્સ વેચાયની ચર્ચા બાદ સંબંધિત ઓટીટી પ્લેટફોર્મે એ સપષ્ટતા કરવી પડી હતી કે આ બાબતે કોઈ વાટાઘાટો પણ હાથ ફરવામાં આવી નથી. આ પ્રકારના રાઇટ્સ ખરીદીને ઓટીટીને વ્યુરશીપને લાગતો કોઈ ફાયદો થવાની અપેક્ષા પણ નથી.  વિકી, કેટરીના અને તેમના મિત્રોએ લગ્નની ગણતરીની મિનિટોમાં જાતે જ ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કરી દેતાં લોકોની ઉત્સુકતાનો અંત આવ્યો હતો.  આલિયા અને રણબીરના કિસ્સામાં પણ લગ્ન અંગે ગુપ્તતા જાળવવા પ્રયાસ કર્યા હતા. જોકે છેવટે બુધવારે મહેંદી બાદ નીતુ કપૂરે મીડિયા ને લેગ ની ઔપચારિક માહિતી આપી દીધી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *