બંધ પડેલા ભાવનગર એરપોર્ટ ખાતે શરૂ થશે મુંબઈ-પુનાની વિમાની સેવા.

Bhavnagar Latest

સ્પાઇસ જેટ એરલાઇન્સ દ્વારા આગામી તા.1લી મેથી ભાવનગર-મુંબઇ, પૂના માટેની દૈનિક ફ્લાઇટ શરૂ કરવામાં આવનાર છે, બૂકિંગ અંગેની સત્તાવાર ઘોષણા એક-બે દિવસમાં કરવામાં આવશે. કેન્દ્રીય કેબિનેટ મંત્રી ડૉ.મનસુખભાઇ માંડવીયા, ભાવનગરના સાંસદ અને ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડૉ.ભારતીબેન શિયાળે ભાવનગરના એરપોર્ટને પુન: ધમધમતુ કરવા માટે મંત્રાલય, અને સંસદમાં કરેલા હકારાત્મક પ્રયાસો, સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ, શિપ રીસાયકલિંગ ઇન્ડસ્ટ્રીઝ એસો., ભાવનગર જિલ્લા ડાયમંડ એસો. દિવ્ય ભાસ્કર ગ્રુપના સૌરાષ્ટ્ર સમાચાર સહિતના સંસ્થાનો દ્વારા કરાયેલા પ્રયાસોને કારણે ભાવનગરને પુન: મુંબઇની દૈનિક ફ્લાઇટ મળી રહી છે. તા.1લી મેથી સવારે 07:30 કલાકે પૂનાથી ઉપડી વિમાન સવારે 09:05 કલાકે ભાવનગર આવી પહોંચશે. ભાવનગરથી મુંબઇ માટે સવારે 09:50એ ઉપડશે અને મુંબઇ 10:50એ પહોંચશે. મુંબઇથી ભાવનગર માટે 13:10એ ઉપડશે અને 14:10એ ભાવનગર પહોંચશે. ભાવનગરથી પૂના માટે 14:45એ ઉપડી અને 16:15એ પૂના પહોંચશે.આમ ગુજરાત રાજ્યના સ્થાપના દિવસથી ભાવનગરને મુંબઈ અને પુના માટે વિમાની સેવાનો લાભ મળતો થશે. ભાવનગરની અગ્રણી સંસ્થાઓ, રાજકીય અગ્રણીઓના સહિયારા પુરૂષાર્થથી ભાવનગર-મુંબઇની ફ્લાઇટ શરૂ થઇ રહી છે. હવે ભાવનગર-મુંબઇની પણ ફ્લાઇટ મુસાફરોના અનુકુળ સમયે શરૂ કરવા માટેના પ્રયાસો જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *