અમીરગઢ તાલુકાના જુનિરોહ ગામે ગુરુવારે જુનિરોહ ગામ જનો દ્વારા ભાખર મહારાજ ના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી કરવામાં આવી હતી. જુનિરોહ ગામમાં આવેલ ભાખર મહારાજ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા નિમિતે ડી.જે તથા ઢોલ ના તાલ સાથે નાચતા નાચતા માઇભક્તો દ્વારા જુનિરોહ ગામ વિસ્તારમાં હર્ષો ઉલ્લાસ સાથે ભવ્ય શોભાયાત્રા નીકળવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં ભક્તો, સંતો,શ્રદ્ધાળુઓ ની ભારે ભીડ જોવા મળી હતી. તેમજ શોભાયાત્રા બાદ મંદિરમાં ભાખર મહારાજ ની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં માઇભક્તો ઉમટયા હતા. તેમજ ભાખર મહારાજ ના દર્શન કરી, પ્રસાદ લઈ માઇભક્તોને આનંદ અનુભવાયો હતો.તેમજ પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન દાંતા ધારાસભ્ય કાંતિભાઈ.કે ખરાડી પણ હાજરી આપી હતી. તેમજ ભાખર મહારાજના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
