આગામી તા.૧૬.૪ ના રોજ હનુમાન જયંતિ હોય સાળંગપુર ખાતે કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે ગુજરાત તથા આજુબાજુના રાજયના લાખો શ્રધ્ધાળુઓ સાળંગપુરમાં બાય રોડ આવતા હોય જેથી વાહનોની ટ્રાફિક સમસ્યા નિવારવા અને માર્ગ અકસ્માત તેમજ લોકોને વાહન વ્યવહારમાં સરળતા રહે તે માટે જાહેર માર્ગ બંધ કરવા તથા વાહનોના ટ્રાફિકને ડાયવર્ટ કરવા બોટાદ જિલ્લા કલેકટરએે જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે. આ જાહેરનામામાં જણાવ્યા મુજબ અમદાવાદ, ધંધુકા અને બરવાળા તરફથી, ભાવનગર, વલ્લભીપુર તરફથી સાળંગપુર,બોટાદ તરફ જતાં વાહનો માટે ફક્ત કેરીયાઢાળથી વાહનોને પ્રવેશ કરાવવો જરૂરી છે. જેથી કેરીયા ઢાળ, લાઠીદડ, સમઢીયાળા, સેંથળી, સાળંગપુર (પાર્કીગ) તરફનો રૂટ એક માર્ગીય રહેશે. બોટાદથી સાળંગપુર તરફ જતાં તમામ વાહનો માટે ફક્ત જયોતિગ્રામ સર્કલ, બોટાદ (ભાવનગર રોડ),સમઢીયાળા-સેંથળી-સાળંગપુર(પાર્કીંગ) તરફનો રૂટ એક માર્ગીય રહેશે. અમદાવાદ, ધંધુકા, બરવાળા તરફથી તથા ભાવનગર,વલ્લભીપુર તરફથી બોટાદ તરફ જતા વાહનો માટે કેરીયાઢાળ,લાઠીદડ, જયોતિગ્રામ સર્કલ(બોટાદ)રૂટ એક માર્ગીય રહેશે. સાળંગપુરથી અમદાવાદ, ધંધુકા, બરવાળા તરફ તથા ભાવનગર,વલ્લભીપુર તરફ જતાં વાહનો માટે સાળંગપુર, ખાંભડા, બરવાળા(સાળંગપુર રોડ પોઈન્ટ) તરફનો રૂટ એક માર્ગીય રહેશે. સાળંગપુરથી બોટાદ તરફ આવતા વાહનો માટે સાળંગપુર, સેંથળી,પેટ્રોલપંપ, બોટાદ (મીલીટરી રોડ પોઈન્ટ) રૂટ તરફ વાહનો પસાર કરવાના રહેશે. બોટાદથી અમદાવાદ તરફ જતાં વાહનો માટે બોટાદ, મીલીટ્રી રોડ, રાણપુર, ધંધુકા રૂટ પરથી વાહનો પસાર કરવાના રહેશે. બોટાદથી બરવાળા તરફ જતાં વાહનો માટે સમઢીયાળા, લાઠીદડ, કેરીયા ઢાળ તરફ વાહનો પસાર કરવાના રહેશે. તેમજ અમદાવાદ, ધંધુકા,બરવાળા તરફથી તથા ભાવનગર,વલ્લભીપુર તરફથી સાળંગપુર,બોટાદ તરફ જતા વાહનો માટે બરવાળા,સાળંગપુર પોઈન્ટથી પ્રવેશ નિષેધ રહેશે. બોટાદ એસ્સાર પેટ્રોલપંપ, મીલીટ્રી રોડ પોઈન્ટથી સેંથળી, સાળંગપુર રોડ પર તમામ વાહનોને પ્રવેશ નિષેધ રહેશે.આ જાહેરનામું તા.૧૫.૪ના સવારે ૭ થી તા.૧૬.૪ ના ૨૩ સુધી અમલમાં રહેશે.આ જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.