માંગરોળ તાલુકાના લોએજ સ્વામીનારાયણ મહાતિર્થ લોજપુરમાં જાદવભાઈ ખોલીયા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત કથા પારાયણનો હરિભકતો લાભ લઈ રહ્યાં છે. જુનાગઢ રાધારમણ મંદિર બોર્ડ ચેરમેન કોઠારી સ્વામીએ સમાજ માટે માનવ સેવાના કાર્યો જ્ઞાતી જાતીના ભેદભાવ વગર તમામ સમાજના આશ્રા સમાજ સેવાના ઉમદા હેતુથી રામાનંદ સદાવ્રત કાર્યરત હોય લોએજ સ્વામીનારાયણ મંદિરે જે મહાતિર્થ લોજપુર તીરકે પણ ઓળખાય છે. જ્યાં આવતા દર્શનાર્થી હરિભકતો માટે રહેવા જમવાની સુવિધા સાથે આશ્રો મળે તેવા કામગીરી કરવામાં આવી રહી છે. અસંખ્ય દર્શનાર્થીઓ હરિભકતો લોએજ સ્વામીનારાયણ મંદિરે દર્શને આવે છે. ત્યારે હરિભકત જાદવભાઈ ખોલીયા પરિવાર દ્વારા પીતૃઓના મોક્ષાર્થે શ્રીમદ ભાગવત કથા પારાયણનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં બગસરાવાળા પુજ્ય વિવેક સ્વરૂપદાસજી સ્વામી સંગીતમય શૈલીમાં શ્રીમદ ભાગવત કથા પારાયણનું રસપાન કરાવી રહ્યાં છે. જેનો હરિભકતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી લાભ લઈ રહ્યા છે. શ્રીમદ ભાગવત કથા પારાયણના મુખ્ય યજમાન ખોલીયા પરિવાર દ્વારા સ્વામી નારાયણ સંતોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. શ્રીમદ ભાગવત કથા પારાયણ રામ જન્મોત્સવ પ્રસંગ નિમીતે હરિભકતો ભકિતમય વાતાવરણ સાથે આનંદ ઉલ્લાસથી રામ જન્મોત્સવની ઉજવણી સાથે શ્રીમદ ભાગવત કથા પારાયણનો લાભ લીધો હતો
Home > Saurashtra > Junagadh > લોએજ સ્વામી મંદિરના સાનિધ્યમાં શ્રીમદ ભાગવત કથા પારાયણનો લાભ લેતા હરિભકતો.