પ્રધાનમંત્રી તા. 20 એપ્રીલે દાહોદ જિલ્લામાં વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કરશે. જિલ્લામાં પ્રધાનમંત્રીના કાર્યક્રમ સંદર્ભે રાજ્યના આદિજાતિ વિકાસ વિભાગના સચીવ ડો. એસ. મુરલી ક્રિશ્ના તેમજ પ્રભારી સચિવ રાજકુમાર બેનીવાલ સહિતના સાથે સમીક્ષા બેઠક યોજી હતી. સચીવ ડો. એસ. મુરલી ક્રિશ્નાએ કાર્યક્રમ સંદર્ભે નિમવામાં આવેલી વિવિધ સમિતિઓની કામગીરી વિશે માહિતી મેળવી હતી અને તેમને જરૂરી સૂચનાઓ આપી હતી. કાર્યક્રમનું સંચાલન સુચારૂ રીતે થાય તેમજ કાર્યક્રમમાં સહભાગી થનારા નાગરિકોની સુવિધા માટે જરૂરી વ્યવસ્થા કરવા અધિકારીઓને તેમણે માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમની પૂર્વતૈયારીઓ વિશેની માહિતી વિગતે માહિતી કલેક્ટર ડો. હર્ષિત ગોસાવી તેમજ ડીડીઓ નેહા કુમારીએ આપી હતી. સ્ટેમ્પ નોંધણી નિરિક્ષક સુપ્રીરીટેન્ડેન્ટ જેનુ દેવાન, શહેરી વિકાસ વિભાગના નાયબ સચીવ તેજસ પરમાર, ડેવલપમેન્ટ સપોર્ટ એજન્સી ઓફ ગુજરાતના મુખ્ય કારોબારી અધિકારી આર.એસ.નિનામા, જીએસઆરટીસી એમડી એમ.એ. ગાંધી, ગુજરાત એગ્રો ઇન્ડસ્ટી કો.લી.નાં એમડી ડી.કે. પારેખ, સ્વચ્છ ભારતના એમડી એસ.કે. પ્રજાપ્રતિ, આરોગ્ય તબીબી સેવા કચેરીના મુખ્ય કાર્યકારી અધિકારી અજય પ્રકાશ, શહેરી જમીન ટોચ મર્યાદાના નાયબ સચીવ પી.એન.મકવાણા, વડોદરા શહેરી વિકાસ સત્તામંડળના મુખ્ય કારોબારી અધિકારી એ.બી. પટેલ, દાહોદનાં નિવાસી અધિક કલેક્ટર એ.બી. પાંડોર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
Home > Madhya Gujarat > Dahod > ગાંધીનગરની ટીમ દ્વારા પ્રધાનમંત્રીના કાર્યક્રમની પૂર્વ તૈયારીઓની સમીક્ષા.