કોડીનારમાં નિવૃત કર્મચારીઓની બેઠક મળી હતી. જેમાં સરકાર લઘુત્તમ પેન્શન યોજના લાગુ નહી કરે તો આગામી સમયમાં સરકાર સામે આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી હતી. ખાનગી, સહકારી સંસ્થા અને બેંકમાં નોકરી કરતા નિવૃત્ત કર્મીઓને રૂ.500 થી 2500 સુધીનું પેન્શન મેળવી રહ્યાં છે. ત્યારે આવા નિવૃત્ત કર્મીઓને લઘુત્તમ પેન્શન યોજનામાં આવરી લેવા મહારાષ્ટ્ર રાજ્યમા છેલ્લા ત્રણ વર્ષથી આંદોલનો ચાલી રહ્યાં છે. ત્યારે કોડીનારમાં નિવૃત સહકારી કર્મચારીઓએ પણ આંદોલનના મંડાણ કર્યા છે. ત્યારે રાજ્ય સરકાર સહકારી સંસ્થામાં કામ કરીને નિવૃત થયેલા કર્મીઓ માટે લઘુત્તમ પેન્શન યોજના વહેલી તકે શરૂ નહીં કરે તો ગુજરાત રાજ્યના 15 લાખ જેટલા સહકારી સંસ્થાઓ સાથે સંકળાયેલા અને નિવૃત થયેલા કર્મીઓ આંદોલનમાં જોડાશે તેમ પણ વધુમાં જણાવ્યું હતું.
Home > Saurashtra > Gir - Somnath > સહકારી સંસ્થાના નિવૃત્ત કર્મીઓના પેન્શનમાં વધારો કરો, જલદ આંદોલન.