બે વર્ષ બાદ આણંદ-ખંભાત ડેમુ ટ્રેનના રેગ્યુલર તમામ રૂટો દોડાવાશે.

Anand Latest

કોરોના કાળમાં રેલવે વિભાગે આણંદ ખંભાત ડેમુ ટ્રેનના રૂટો દોડાવવાના બંધ કરી દેવામાં આવ્યા હતા. ત્યારે મુસાફરોને ખાનગી વાહનોમાં મુસાફરી કરવાનો વખત આવતો હતો. 2021માં જુલાઇ બાદ કોરોના કેસ ઘટતાં રેલ્વે તંત્ર દ્વારા સ્પેશીયલ બે રૂટ દોડવવામાં આવતાં હતા. પરંતુ તેનું ભાડુ વધુ હોવાથી મુસાફરો તેનો લાભ મળતો ન હતો. ચાલુવર્ષે કોરોના સંક્રમણ નહીંવત જોવા મળી રહ્યું છે. ટ્રેન વ્યવહારને પુનઃધમધમતો કરવા માટે રેલવે તંત્ર દ્વારા તમામ રૂટો ચાલુ કરવાનો નિર્ણય લેવાયો છે. જે અંતર્ગત આણંદ -ખંભાત રેલવે લાઇન વચ્ચે બે વર્ષ અગાઉ દોડતા ડેમુ ટ્રેનના 8 રૂટો પુનઃ દોડાવવા માટે કવાયત હાથધરી છે. 14 મી એપ્રિલ થી આણંદ-ખંભાત વચ્ચે 8 રૂટો દોડાવવાનો રેલવે તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. આણંદ -ખંભાત વચ્ચે છેલ્લા 6 માસથી ડેમુ ટ્રેનના બે રૂટો સ્પેશીયલ ભાડા સાથે ચાલુ કરવામાં આવી હતી. પરંતુ ભાડુ ત્રણ ગણું વધારે હોવાથી સામાન્ય વર્ગના મુસાફરોને તેનો લાભ મળતો ન હતો. ખાસ કરીને અમદાવાદ અને વડોદાર નોકરી કરતાં ખંભાત ,પેટલાદ સહિત ગામોના મુસાફરોને પારંવાર મુશ્કેલીઓ પડતી હતી. પશ્વિમ રેલવે વિભાગ દ્વારા કોરોના સંક્રમણ ઘટતાં આણંદ -ખંભાત વચ્ચે તમામ 8 રૂટો 14મી એપ્રિલને ગુરૂવારથી દોડવવાનો નિર્ણય લીધો છે. ડેમુ ટ્રેન હાલમાં 75 કિમીની ઝડપે દોડતી જોવા મળશે.જેથી મુસાફરીના સમયમાં 30 મિનિટો ઘટાડો થતાં મુસાફરોને રાહત રહેશે જેનો લાભ ખંભાત,સાયમા, તારાપુર,પંડોળી, કાલીતલાવડી, પેટલાદ ,ભાડિયેલ , અગાસ જનતાને ડેમુ ટ્રેનનો લાભ મળશે. આમ કોરોના કેસો ઘટતાં હવે રેલવે તંત્રની ગાડી પાટા પર આવી જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *