રીપોર્ટર – ગોવિંદ હડિયા, કેશોદ, જુનાગઢ
આગામી વર્ષે વિધાનસભાની ચુંટણીની યોજાનાર હોય રાજકિય પક્ષો દ્વારા અનેક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ભાજપ દ્વારા ટીફીન બેઠકો યોજાઈ રહી છે. જ્યારે આમ આદમી પાર્ટી દ્વારા ગામના ચોરે આપની ચર્ચા નામનો પ્રોગ્રામ ગુજરાતભરમાં ચાલી રહ્યો છે. જે અનુસંધાને કેશોદ તાલુકામાં ગામના ચોરે આપની ચર્ચા કાર્યક્રમ પ્રદેશ યુવા પ્રમુખ પ્રવિણ રામની આગેવાનીમાં નાની ઘંસારી ગામે યોજાયો હતો. કેશોદ તાલુકાના વીસેક ગામોમાં ગામના ચોરે આપની ચર્ચા કાર્યક્રમમાં અનેક કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. જેથી આમ આદમી પાર્ટીનો વ્યાપ વધી રહ્યો છે. જેથી જનતાના હિત માટે આમ આદમી પાર્ટી મજબુતીથી આગળ આવશે તેવો પ્રવિણ રામે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ગામના ચોરે આપની ચર્ચા કાર્યક્રમમાં કેશોદ શહેર તાલુકા હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા. આગામી સોળ તારીખે કેશોદના મેસવાણ ગામે વિશાળ સભાનું આયોજન થનાર હોય. જેમાં આમ આદમી પાર્ટીના હોદેદારો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. તેવુ આમ આદમી પાર્ટી પ્રદેશ યુવા પ્રમુખ પ્રવિણ રામે જણાવ્યું હતું.