કેશોદના પત્રકારોએ ડે. કલેકટરને આવેદનપત્ર આપ્યું.

Junagadh Latest

રીપોર્ટર – ગોવિંદ હડિયા, કેશોદ, જુનાગઢ

વલસાડના સાપ્તાહિક પેપર દક્ષિણ ગુજરાત વર્તમાનના તંત્રી પુણ્યપાલ શાહ અને એમના પરિજનો સામે થયેલ ફરિયાદમાં સી- સમરી કરી પોલીસ દ્વારા દાખલ કરાયેલી ખોટી ફરિયાદમાં પોલીસકર્મીઓ સામે પગલાં ભરવા બાબત તેમજ હાલમાં જ દક્ષિણ ગુજરાતના વલસાડથી પ્રસિદ્ધ થતા સાપ્તાહિક અખબાર “દક્ષિણ ગુજરાત વર્તમાન” માં દારૂની હેરાફેરી  બાબતે  વહીવટદારોએ બુટલેગરો સાથે સેટિંગ કરી લીધું ” ના શીર્ષક સાથે એક સમાચાર પ્રકાશિત થયા બાદ પોલીસ દ્વારા દક્ષિણ ગુજરાત વર્તમાન સમાચાર પત્રના તંત્રીશ્રી પુણ્યપાલ શાહ અને તેમના પરિવારના સભ્યો સામે ગુનાઓ દાખલ કરી તેમના નિવાસસ્થાનેથી ધરપકડ કરવામાં આવી હતી. ઉચ્ચ અધિકારી દ્વારા નિષ્પક્ષ તપાસ થાય તો પત્રકાર સામે નોંધાયેલ ખોટી ફરિયાદ નું સત્ય બહાર આવે. કર્તાવ્યનિષ્ઠ પત્રકારો ની ફરજ માં પ્રશાશનની દખલગીરી ક્યારેય ચલાવી  લેવાય નહીં  તે બાબતે  આપશ્રી સરકાર સમક્ષ અમારા પત્રકારો વિરુદ્ધ ચાલતા ખોટા ષડયંત્રને ખુલ્લુ કરવા સરકાર સમક્ષ રજુઆત માટે કેશોદ ડે. કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. ત્યારે  કેશોદ પ્રેસ કલબના પ્રમુખ ગોવિંદ હડિયા, ઉપ પ્રમુખ જગદીશ યાદવ, મંત્રી મધુબેન રાવલીયા, મહા મંત્રી શોભનાબેન બાલસ, અનિરૂધ્ધસિંહ બાબરીયા, કમલેશ જોષી નરેશ રાવલીયા, સહીત કેશોદ પ્રેસ કલબના હોદેદારો તથા પત્રકાર ભરતભાઈ કક્કડ, નરેન્દ્ર કલાણીયા, દિનેશભાઈ કાનાબાર  હાજર રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *