ગુજરાત પોલીસ દ્વારા ડ્રોન કેમેરા માટે ડ્રોન પાયલોટ તૈયાર કરાશે.

Ahmedabad Latest

ગુજરાતમાં હાલ પોલીસ દ્વારા વીવીઆઇપી સિક્યોરીટી, ભીડ પર નજર રાખવા તેમજ વિવિધ સુરક્ષાના મામલ ડ્રોન કેમેરાનો ઉપયોગ નિયમિત રીતે કરવામાં આવે છે. આ ઉપરાંત, કૃષિ, ખનન ઉદ્યોગ અને જમીન માપણી જેવા મહત્વના કામમાં પણ ઉપયોગ વધ્યો છે. આ સાથે આગામી સમયમાં ડ્રોનની ઉપયોગી વધવાની શક્યતાને જોતા ગુજરાત  પોલીસ દ્વારા ડ્રોન પાયલોટ તૈયાર કરવાની યોજના બનાવવામાં આવી છે.  ગાંધીનગરના કરાઇ ખાતે આવેલી સ્ટેટ પોલીસ વાયરલેસ ટ્રેનીંગ સ્કૂલ ખાતે સરકારના અન્ય વિભાગના અનેે ખાનગી કંપનીના કર્મચારીઓ  ઉપરાંત, ખાનગી લોકોને ડ્રોન કેમેરાની ખાસ તાલીમ આપવામાં આવશે. ડ્રોન કેમેરા હાલ  પોલીસ માટે ખુબ જ ઉપયોગી સાબિત થયા છે. જેમાં ગુજરાત પોલીસ દ્વારા ભીડ પર નજર રાખવા, વીવીઆઇપી સિક્યોરીટી સમયે, ટ્રાફિક મેનેજમેન્ટ, શંકાસ્પદ વિસ્તારમાં તપાસ કરવા માટે ડ્રોન કેમેરાનો સફળ ઉપયોગ થયો છે.   આ ઉપરાંત, સરકારના અન્ય વિભાગોમાં પણ ડ્રોન કેમેરાનો ઉપયોગ વધી રહ્યો છે. જેથી આગામી સમયમાં ્ડ્રોન કેમેરાના સંચાલન માટે તાલીમબધ ડ્રોન કેમેરા પાયલોટની જરૃરિયાતની શક્યતાને જોતા ગુજરાત પોલીસના પ્લાનીંગ અને મોર્ડનાઇઝેશનના અધિક પોલીસ મહાનિર્દેશક નરસિમ્હા કોમર દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે. જે અંગે, તેમણે માહિતી આપતા જણાવ્યું છે કે ડ્રોન કેમેરાની ઉપયોગીતા વધે તે માટે મિનિસ્ટ્રી ઓફ સિવિલ એવીઅશન દ્વારા ખાસ પોલીસી તૈયાર કરવામાં આવી છે. જે અંતર્ગત ડ્રોનનો ઉપયોગ નિષ્ણાંતોની જરૃરીયાત રહેશે માટે ગુજરાત પોલીસ દ્વારા,સ્ટેટ પોલીસ વાયરલેસ ટ્રેનીંગ સ્કૂલ ખાતે તૈયાર થનારા ડ્રોન ટ્રેનીંગ અને કોૃઓર્ડીનેશન સેન્ટર પર તાલીમ આપીને ડ્રોન પાયલોટ તૈયાર કરવામાં આવશે. જેમાં પોલીસ વિભાગ સહિત અન્ય સરકારી વિભાગો અને ખાનગી લોકો તાલીમ લઇ શકશે. આ ઉપરાત, પોલીસ વિભાગમાં ડ્રોન કેમેરાના ઉપયોગ માટ નિષ્ણાંત સ્ટાફ તૈયાર કરાશે. ગુજરાત પોલીસ પાસે હાલ ૧૫ માઇક્રો ડ્રોન ઉપલબ્ધ છે. જ્યારે અન્ય છ નાના ડ્રોન ખરીદવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેના કારણે આવનારા સમયમાં  પોલીસની કાર્યક્ષમતામાં વધારો થશે ઉપરાંત, ડ્રોનના ઉપયોગ માટે તાલીમ પામેલા પાયલોટને કારણે  સરકારના અન્ય વિભાગોને પણ  ફાયદો મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *