રાખી સાવંતને બે મિત્રોએ બ્રાન્ડ ન્યૂ BMW ગિફ્ટમાં આપી, હજી મહિના પહેલાં જ શોરૂમમાંથી નિરાશ થઈને બહાર આવી હતી.

Latest

રાખી સાવંત પોતાની કોમેડીથી ચાહકોને હસાવતી જોવા મળે છે. સો.મીડિયામાં તે ઘણી જ એક્ટિવ છે. રાખી સાવંતને BMW કાર ગિફ્ટમાં મળી છે. હજી થોડાં મહિના પહેલાં જ રાખીએ એમ કહ્યું હતું કે તેની પાસે 50-60 લાખ રૂપિયા નથી કે તે નવી કાર ખરીદી શકે. લાલ રંગની BMW કાર ગિફ્ટમાં મળી. કાર પર કેક મૂકવામાં આવી છે. રાખીને આ કાર તેના ફ્રેન્ડ્સ આદિલ તથા શૈલીએ ગિફ્ટમાં આપી છે. રાખીએ કહ્યું હતું, ‘મારી નવી ગિફ્ટેડ કાર.’ ચાહકોએ પણ રાખીને નવી કાર માટે શુભેચ્છા પાઠવી હતી. ફેબ્રુઆરી મહિનામાં રાખી સાવંત લક્ઝૂરિયસ કારના શોરૂમ બહાર જોવા મળી હતી. તે સમયે રાખીએ કહ્યું હતું કે તે માત્ર કાર જોવા ગઈ હતી, કારણ કે તેને લાગ્યું કે કોરોનાકાળમાં કાર સસ્તી થઈ હશે. જોકે, તેની પાસે નવી કાર ખરીદવાના 60 લાખ રૂપિયા નથી. તેની નાની લાલ રંગની કાર જ તેના માટે ઠીક છે. થોડાં દિવસ પહેલાં જ રાખી સાવંત ‘RRR’ની સક્સેસ પાર્ટીમાં જોવા મળી હતી. અહીંયા રાખીનો અલગ જ લુક જોવા મળ્યો હતો. પાર્ટીમાં રાખી ફિલ્મના લીડ હીરો રામચરણ તથા જુનિયર NTR સાથે હતી. રાખી જ્યારે કરન જોહરને મળવા ગઈ ત્યારે ફિલ્મમેકરને ધ્યાન આપ્યું નહોતું. આ વાત પર કરન જોહરને ટ્રોલ પણ કરવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *