મહુવા માર્કેટીંગ યાર્ડમાં ખેડુત તાલીમ કેન્દ્ર ખાતે પ્રાકૃતિક(સજીવ) ખેતિ અંગે પરિસંવાદ યોજાયો હતો પરિસંવાદમાં ઓર્ગેનિક દવાઓનું ઉત્પાદન કરતી વિવિધ કંપનીનાં પ્રતિનિધિઓએ હાજર રહી કંપનીની ઓર્ગેનિક પ્રોડકટની માહીતી આપી હતી.ખેડૂતો પ્રાકૃતિક (સજીવ) ખેતી તરફ વળે અને મહુવા તાલુકાના મુખ્ય ચાર કૃષિ પાકો ડુંગળી, મગફળી, કપાસ અને નાળીયેરનું પ્રોસેસીંગ અને નિકાસ થાય જેનાથી ખેડુતોને તેનો સીધો લાભ મળી શકે તે માટે પ્રાકૃતિક (સજીવ) ખેતી ઉપર ભાર મુકયો હતો. મગફળી માટે આગામી ચોમાસુ પાક માટે ખેડૂતોને ઓર્ગેનીક રીતે મગફળી ઉત્પન્ન કરવા માટે ઉત્તમ પ્રકારના બાયો ફર્ટીલાઈઝર અને બાયો પેસ્ટીસાઈડઝ સમગ્ર તાલુકામાં ડીલર ભાવથી ઉપલબ્ધ થાય અને તેના ઉપર માર્કેટ યાર્ડ દ્વારા વિશેષ આર્થિક પ્રોત્સાહન આપવા માટે આયોજન કરવામાં આવ્યુ છે જેની વિગતવાર જાહેરાત ક૨વામાં આવશે.ગત સાલ માર્કેટીંગ યાર્ડ અને ખેડુત ફુડઝ, ગોંડલનાં સહયોગથી તાલુકાનાં ખેડુતોને 50% સબસીડીમાં મગફળી ઓર્ગેનિક કીટ આપવામાં આવેલ હતી જેના ખુબ સારા પરિણામો મળેલા હતા. આ પરિસંવાદમાં મહુવા માર્કેટ યાર્ડના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને તેમજ પીડીલાઈટ ઈન્ડસ્ટ્રીઝ લીમીટેડ અને ત્રિવેણી કલ્યાણ ફાઉન્ડેશનના અજીતભાઈ જાદવ તથા ટીમ તેમજ શીંગદાણાનાં વિદેશ નિકાસ કરતા ઉદ્યોગકારો વિગેરે ઉપસ્થિત રહયા હતા. કૃષિ તજજ્ઞોએ ઓર્ગેનિક ખેતી વિષે માહીતગાર કરેલ હતા.