ખાંભામા રામનવમી પર્વની ભાવભેર ઉજવણી કરવામા આવી હતી. શણગારેલા ટ્રેકટરો અને બાળકોની વેશભુષા તેમજ હિન્દુ સેનાના સભ્યોએ એક સરખા ટીશર્ટ પહેરી શોભાયાત્રામા જોડાયા હતા. ઠેરઠેર શોભાયાત્રાનુ ફુલડે વધાવી સ્વાગત કરાયુ હતુ. ખાંભામા કોરાનાના બે વર્ષ બાદ ગઇકાલે રામનવમી પર્વની ભવ્ય ઉજવણી કરવામા આવી હતી. અહીના સહજાનંદ ગુરૂકુળથી શોભાયાત્રાનુ પ્રસ્થાન કરાયુ હતુ. ભગવાન શ્રીરામની શોભાયાત્રા ગાંધીચોક, ભગવતીપરા, જુનુ ગામ, લીમડીપરા, જીનવાડી, મિતીયાળા રોડ, આશ્રમપરા, જલારામ મંદિર, હોસ્પિટલ રોડ વિગેરે વિસ્તારોમા ફરી હતી. શોભાયાત્રામા 22 બાળકોએ વેશભુષા ધારણ કરી હતી જે આકર્ષણનુ કેન્દ્ર બન્યા હતા. જયારે હિન્દુ સેનાના 100 જેટલા સભ્યોએ એકસરખા ટીશર્ટ પહેર્યા હતા. એક કિમી લાંબી શોભાયાત્રા જે વિસ્તારમાથી પસાર થઇ ત્યાં લોકોએ ફુલડે વધાવી ભવ્ય સ્વાગત કર્યુ હતુ. શોભાયાત્રામા જોડાયેલા બાળકોને રોકડ અને ચિજવસ્તુઓ ભેટ આપી સન્માનિત કરાયા હતા. બાદમા ગુરૂકુળ ખાતે ધર્મસભાનુ પણ આયોજન કરાયુ હતુ. યાત્રા દરમિયાન પોલીસે પણ ચુસ્ત બંદોબસ્ત જાળવ્યો હતો.
Home > Saurashtra > Amreli > ખાંભામાં રામનવમી પર્વે 1 કિમી લાંબી શોભાયાત્રા નિકળી, ઠેરઠેર શોભાયાત્રાનુ ફુલડે વધાવી સ્વાગત કરાયુ.