નસવાડી તાલુકો આદિવાસી વિસ્તાર ધરાવતો તાલુકો છે. નસવાડી તાલુકામા આજેપણ નાના ભૂલકાંઓને પાયાનું શિક્ષણ અને સરકારના આઈસીડીએસ વિભાગનો લાભ મળતો નથી. રાજ્યના વુમન એન્ડ ચાઈલ્ડ વિભાગ દ્વારા અટળક જાહેરાતો કરાય છે. પરંતુ નસવાડી તાલુકાના અનેક ગામડામા આદિવાસી બાળકોને આંગણવાડીનો લાભ મળ્યો નથી. જેમાં હરિયાબાર ગામે હાલ 73 ઘર છે. અને 450ની વસ્તી ગામમા છે. આ ગામમા નાના ભૂલકાંઓને નિયમ મુજબ આંગણવાડીનો નાસ્તો તો દૂર મીઠું પણ મળતું નથી તેવી પરિસ્થિતિ છે. હરિયાબાર ગામથી નારધા ગામ આંગણવાડી કેન્દ્ર આવેલ છે. ત્યાં 3 કિમી દૂર આદિવાસી બાળકોને લઈ કોણ જાય તે મોટો પ્રશ્ન છે. આંગણવાડી માટે નેતાથી લઈ તાલુકામા રજુઆત કરી છે. પણ આદિવાસી લોકોનું કોઈ સાંભળતું નથી. આદિવાસી નેતાઓ ગામમા આવે અને પરિસ્થિતિ જોવે તેવી પણ ગ્રામજનોની માગ છે. હરિયાબર ગામના ગ્રામજનો મહિલાઓ બાળકો ભેગા થઈ અમારા ગામને આંગણવાડી આપો કરી માગ કરી છે. એકબાજુ બાળકો કુપોષિત ન રહે માટે રાજ્યના વુમન એન્ડ ચાઈલ્ડ વિભાગ અલગ અલગ યોજના થકી સારો નાસ્તો તેમજ અન્ય સુવિધાઓ આપે છે. બીજી બાજુ આખા ગામમા એકપણ બાળકને આંગણવાડીનો લાભ મળતો ન હોય આદિવાસી બાળકોને લાભથી વંચિત રહેવાનો વારો આવ્યો છે. આ ગામમા હવે આંગણવાડી ક્યારે બનશે? તે જોવું રહ્યું. હાલ તો ગુજરાત મોડલના વિકાસની આ વરવી વાસ્તવિકતા છે. જિલ્લા આઈ સી ડી એસ અધિકારી આ બાબતે ધ્યાન આપે તે જરૂરી બન્યું છે. આંગણવાડી ગામમાં છે નહીં, પછી બાળકોને પાયાનું શિક્ષણ મળે કઈ રીતે? પાયાનું શિક્ષણ આંગણવાડી છે. સરકારની મોટી મોટી જાહેરાતો ટીવીમા જોઈ આખો ફાટી જાય તેવું લાગે છે. આમારા આદિવાસી બાળકોને રમકડું શુ તે ખબર નથી અને બાળકનો પાયો આંગણવાડીનું શિક્ષણ છે. તેજ ન મળે તો બાળકો કઈ જાય. આમ તેમ નાના ભૂલકાંઓ ફરે છે. અનેક રજુઆત થઈ છે. છતાંય કોઈ ધ્યાન આપતું નથી. 40 નાના ભૂલકાંઓ હશે. આટલું મોટું ગામ છે. સરકાર બાળકોને નાસ્તો આપે, આ આપે પેલું આપેની જાહેરાત કરે તે અમેં જોઈએ છે. અમને એવું થાય અમારા બાળકોને આવો લાભ કશું મળતો નથી. આંગણવાડી મળે તેવી અમારી માગ છે.