128 વિધાનસભા મત વિસ્તારમાં આવતા હાલોલ, ઘોઘંબા અને જાંબુઘોડા વિસ્તારોની ગ્રામ્ય પંથકની પ્રજા સુધી સરકારી યોજનાઓના લાભ પહોંચાડવા અને સરકારની પ્રત્યેક લાભદાયી યોજનાઓની માહિતીનો પ્રચાર પ્રસાર કરવા સહિત વિવિધ યોજનાઓના ખાતમુહૂર્ત અને લોકાર્પણ સહિતના કાર્યક્રમ કરવા આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત હાલોલ તાલુકાના કંજરી ગામેથી ધારાસભ્યની આગેવાનીમાં ભારતીય જનતા પાર્ટીના સંગઠનના હોદ્દેદારો અને કાર્યકર્તાઓની એક વિશાળ બાઇક રેલીનો ગત તા.3 એપ્રિલને રવિવારના રોજથી આરંભ કરવામાં આવ્યો હતો. નવમા દિવસે 250થી 300 બાઇકો સાથેની વિશાળ બાઈક રેલી ધારાસભ્ય જયદ્રથ સિંહ પરમારની અધ્યક્ષતામાં જાંબુઘોડા પંથકમાં પહોંચી હતી. ધારાસભ્ય સહિત બાઈક રેલીમાં જોડાયેલા તમામ લોકોનું પરંપરાગત રીતે આદિવાસી નાચગાન સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ. જે બાદ જાંબુઘોડાના ગાંધીભવન હોલ ખાતે ધારાસભ્ય સહિત જિલ્લા સહકારી સંઘના ડિરેક્ટર મયુરધ્વજસિંહ પરમાર, પંચમહાલ જીલ્લા ભાજપા મહામંત્રી મયંકકુમાર દેસાઇની હાજરીમાં જાંબુઘોડા ગ્રૂપ ગામ પંચાયત ખાતે લગાવવામાં આવેલા લાઉડ સ્પીકર તેમજ કેમેરાનું લોકાર્પણ અને જાંબુઘોડા ખાતે આવેલી નવિન આંગણવાડીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જે બાદ આ વિશાળ બાઇક રેલી જાંબુઘોડાથી ખાતેથી નીકળી જાંબુઘોડા તાલુકાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં ફરી હતી. જેમાં ઝબાણ, ડુમા, ચાલવડ અને ખાંડીવાવ સહિતના ગામોમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. જેમાં આંગણવાડીઓનું લોકાર્પણ તેમજ વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત અને ગ્રામીણ પ્રજાના લાભાર્થે સરકારની વિવિધ યોજનાના કામોના કેમ્પનું સ્થળ પર આયોજન કરી સરકારી યોજનાઓના લાભો સહાય વિતરણ સહિતના કામો ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમાર સહિત ભાજપના અગ્રણીઓના હસ્તે કરવામાં આવ્યા હતા.
Home > Madhya Gujarat > Halol > આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હાલોલમાં રેલી, જાંબુઘોડામાં લાઉડ સ્પીકર-કેમેરાનું લોકાર્પણ.