રામનવમી નિમિત્તે ગૌરક્ષા સેવા સમિતિ, વિશ્વ હિંદુ પરીષદ અને ફતેપુરા કુંભારવાડા યુવક મંડળે ભવ્ય શોભાયાત્રા કાઢી હતી. આ ત્રણેય શોભાયાત્રા વિવિધ વિસ્તારોમાં ફરી હતી, જેમાં સૌપ્રથમ શ્રી રામની રાજકીય આગેવાનો અને નેતાઓ દ્વારા આરતી ઉતારવામાં આવી હતી. આરતી બાદ ડીજે,ભજન મંડળીઓ, ફ્લોટ સાથે કેસરી ધ્વજ સાથે ભક્તોએ જય જય શ્રીરામના નારા સાથે શોભાયાત્રામાં જોડાયા હતાં. ગૌરક્ષા સેવા સમિતીની શોભાયાત્રામાં બાળકો રામ-લક્ષ્મણ-જાનકી, હનુમાનના રૂપ ધારણ કરતા આકર્ષણનું કેન્દ્ર બન્યાં હતાં. બીજી તરફ ત્રણેય શોભાયાત્રાનું રૂટ પર વિવિધ સમાજ અને ધાર્મિક સંગઠનો દ્વારા સ્વાગત પણ કરાયું હતું. શોભાયાત્રા ભગવાન શ્રીરામની આરતી કરાઈ હતી. આ ઉપરાંત શહેરના રામ મંદિરોમાં પણ રામનવમી ઉજવાઇ હતી.