કવાંટ એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કુલ ખાતે રાઠવા સમાજ સેવા ટ્રસ્ટ ના આગેવાનો એકત્ર થઈ છોટાઉદેપુર માં ચૂંટાયેલા પદાધિકારીઓ ને અલ્ટીમેટમ આપવામાં આવ્યું.

Chhota Udaipur Latest

રિપોર્ટર – યોગેશ પંચાલ, કવાંટ

કવાંટ એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કુલ ખાતે છોટાઉદેપુર જિલ્લા ના રાઠવા સમાજ ના નોકરી ની ભરતી માં પાસ થયેલ વિધાર્થીઓને ઓર્ડર વિશ્લેષણ સમિતિ દ્વારા આપવામાં નથી આવ્યા. કવાંટ એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કુલ ખાતે રાઠવા સમાજ સેવા ટ્રસ્ટ ના આગેવાનો એકત્ર થઈ નોકરી ની ભરતી માં પાસ થયેલ વિદ્યાર્થીઓ ઓને ઓર્ડર ન મળતા છોટાઉદેપુર માં ચૂંટાયેલા પદાધિકારીઓ ને અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. 300 થી પણ વધુ વિધાર્થીઓને ઓર્ડરો મળવા પામ્યા નથી જેઓ રોજગારી ની રાહ જોઈ ને બેઠા છે. રાઠવા સમાજ ના આગેવાનો દ્વારા અને રાઠવા સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા સમાજ ના તમામ આગેવાનો ના ઠરાવ કરી છોટાઉદેપુર જિલ્લા ના ચૂંટાયેલાએલા માંથી સાંસદ ગીતાબેન રાઠવા, રાજ્યસભા સભ્ય નારાયણ ભાઈ રાઠવા, વિરોધપક્ષના ના નેતા સુખરામભાઈ રાઠવા, છોટાઉદેપુર ધારાસભ્ય મોહનસિંગ રાઠવા, સંખેડા ના અભેસિંગ તડવી, ટ્રાયબલ એડવાઇઝરી કમિટી ના સભ્ય ( ટી.એ.સી) ઉમેશભાઈ રાઠવા, ટ્રાયફ્રેડ ના ચેરમેન રામસિંગ ભાઈ રાઠવા તથા 6 તાલુકા પંચાયત પ્રમુખો ને સમાજ વતી 300 વધુ વિધાર્થીઓને વિવિધ ખાતા ઓમાં ભરતી થયેલ ઓર્ડર આપવા માટે અલ્ટીમેટમ આપવામા આવ્યું છે. આ રીતે સરકાર દ્વારા આદિવાસી સમાજ ને અન્યાય થઈ રહ્યો છે જે આવનારા સમય માટે સરકાર માટે ખતરારૂપ સાબિત થાય તેમ જોવા અને જાણવા મળી રહ્યું છે. આગામી દિવસોમાં આદિવાસી સમાજ ના યુવાનો જ્વલદ આંદોલન કરે જેની જવાબદારી સરકાર ની રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *