રિપોર્ટર- યોગેશ પંચાલ, કવાંટ
કવાંટ નગર માં શ્રી રામ જન્મોત્સવ રથયાત્રા ની ઉજવણી માટે રામસેના ના યુવાનો દ્વારા છેલ્લા કેટલાય દિવસો થી તડામાર તૈયારીઓ કરી રહ્યા હતા. જે નિમિત્તે સમગ્ર નગર ને ભગવા ઝંડા અને તોરણ થી શણગારવામાં આવ્યું છે. નગર માં શ્રી રામ જન્મોત્સવ ને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કવાંટ નગર ના બસ સ્ટેન્ડ પાસે આવેલ પૌરાણિક રામજી મંદિર ને રોશની થી શણગારવામાં આવ્યું હતું. શ્રી રામ જન્મોત્સવ નિમિત્તે મંદિર માં સવાર ના મંગળા આરતી કરવામા આવી હતી અને બપોર ના 12.00 કલાકે શ્રીરામ ના જન્મ સમયે ફટાકડા ફોડી તેમજ મંદિર ના મુખ્યા મલાભાઈ મહારાજ દ્વારા આરતી ઉતારવામાં આવી હતી. બપોર ના 4.30 કલાકે શ્રી રામ ભગવાન ની નગર માં શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રા માં કવાંટ નગર ના યુવાનો ની રામ સેના, નગરજનો તેમજ રામભક્તો ખુબ મોટી સંખ્યામાં જોડાયા હતા. શોભાયાત્રા રામજી મંદિર થી નીકળી ને નગર ના વિવિધ વિસ્તારોમાં ફરી હતી. સાંજ ના સમગ્ર નગર માટે મહા પ્રસાદી નું આયોજન કરવામા આવ્યું હતું અને રાત્રી ના કવાંટ નગર ના હાર્દ સમા ચાર રસ્તા પાસે વસંતભાઈ વાખલીયા,કલાવૃંદ વડોદરા ના સથવારે લોક ડાયરો નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.