નેત્રંગ-રાજપારડી રોડ પર જેસપોર ગામ થી અંદરના રસ્તે આવેલા પૌરાણિક અને ઐતિહાસિક કડીયા ડુંગર ખાતે ઉદાસીન અખાડાના બહમલીન ગંગાદાસજી મહારાજના આશ્રમ ખાતે કોરોના કાળના બે વર્ષ બાદ હનુમાન જયંતિ ની ભવ્ય ઉજવણી નિમિતે ચાલનાર ત્રણ દિવસ સુધીના ધાર્મિક કાર્યક્રમોને લઇને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. નેત્રંગ-રાજપારડી રોડ પર જેસપોર ગામથી અંદરના ભાગે ડુંગરાળ પ્રદેશ આવેલ છે. આ વિસ્તાર સહિત નેત્રંગ પંથક ના વિસ્તાર ને હેડંબા વન તરીકે ઓળખવામાં આવે છે. પાંડવો વનવાસના સમયે આ વિસ્તારમાં આવેલ કડીયા ડુંગર પર પોતાનું નિવાસસ્થાન બનાવી રહ્યા હોવાના પુરાવા મળે છે. અને આજ ડુંગર પર ભીમ હેડંબા સાથે લગ્ન કર્યા હોવાની કથા જાણવા મળે છે. આ પૌરાણિક ડુંગર ખાતે હરદારના મહાન સંત એવા બહમલીન થયેલ ઉદાસીન અખાડાના ગંગાદાસજી મહારાજે પોતાની કર્મભુમિ બનાવીને વર્ષો સુધી તપ સેવા કરી હતી. કડીયા ડુંગર આશ્રમ ખાતે છેલ્લા ૫૫ વર્ષથી હનુમાન જયંતિ નિમિતે તેરસ, ચૌદશ અને પુનમ એમ ત્રણ દિવસ સુધી સતત ધાર્મિક કાર્યક્રમો થાય છે. જેમા ચૈત્ર સુદ તેરસને તા 14-4-22ને ગુરૂવારના રોજ વિષણુયાગ સવારે 8 કલાકે શરૂ થશે અને સાંજે 5 કલાકે પુર્ણાહુતિ થશે. ચૈત્ર સુદ ચૌદસને તા. 15-4-22ને શુક્રવાર ના રોજ નવચંડી મહાયજ્ઞ સવારે 8 કલાકે શરૂ થશે અને સાંજે 5 કલાકે પુર્ણાહુતિ થશે ચૈત્ર સુદ પુનમ તા.16-4-22ને શનિવારના રોજ હોમતમક લધુરુદૢ સવારે 7 કલાકે શરૂ થશે અને 11 કલાકે પુર્ણાહુતિ થશે અને ત્યારબાદ મહાપ્રસાદીનુ ભવ્ય આયોજન કરેલ છે.