કોરોના વયરસને કારણે જગતભરમાં કેસોમાં વધારો થતાં સરકારે લોકો ને સુરક્ષિત રાખવાના અભિગમથી લોકડાઊન અમલમાં મૂકવામાં આવ્યું હતું. જેથી જરૂરીયાતમંદ ચીજ વસ્તુઓ સિવાયના ધંધા રોજગાર ઠબ થઈ ગયા હતા. ત્રીજા ચરણના લોકડાઊન પછી ચોથા ચરણમાં સરકાર દ્વારા વધુ છુટકાટ આપતા કાલોલના બજારમાં કોરોના વાયરસના ડર રાખ્યા વિના ગાડાં ઘેલા થઈ ખરીદી તેમજ ફરવાં નિકળી પડેલા વેપારીઓ તેમજ ગ્રાહકોને કારણે બજારમાં ધમ ધમાટ જોવા મળી રહ્યો હતો. સરકારે છૂટછાટ સમયે પણ સાવચેતીના ભાગરૂપે માસ્ક અને સોશ્યિલ ડિસ્ટન્સ બાબતે સાવચેતી રાખવી જરૂરી ગણી આ અંગે કોઈ બાધ છોડ ન કરતાં આવી ગંભીર બાબત ને ધ્યાને લીધા વગર નિકળી પડેલા સામે કાલોલ પોલીસે ૭ ફરીયાદ નોંધી હતી. ઉલ્લેખનીય બાબત એ છે કે આજરોજ કાલોલ શહેરમાં પાન મસાલા,તમાકુનાં બંધાણીઓ વ્યસનમાંઅને બજારો ખુલતા ની સાથે જ લોકો કીડીયારાની જેમ પોતના જીવ જોખમાં નાખી સોશ્યિલ ડિસ્ટન્સ ના નિયમનો ઉલંઘન કરી દુકાનોની બહાર લાંબી કતારો લગાવી સોશ્યિલ ડિસ્ટન્સના નિયમના ધજાગરા ઉડાવવામાં આવ્યા હતાં. સરકાર દ્વારા છૂટછાટમાં કેટલાંક ને માસ્ક વગર નિકળી પડતાં મસાલો મોંઘો પડ્યો હતો.