રિપોર્ટર – યોગેશ પંચાલ, કવાંટ
છોટાઉદેપુર જિલ્લાના સંસદ ગીતાબેન રાઠવા દ્વારા આજરોજ સામાજિક ન્યાય પખવાડિયા તથા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબની વિવિધ કલ્યાણકારી યોજનાના ભાગરૂપે આજરોજ કવાંટ તાલુકાના મોરાંગણા ગામે પ્રધાનમંત્રી આવાસ યોજના ના લાભાર્થી ને ગૃહ પ્રવેશ કરાવ્યો તેમજ વડાપ્રધાનની વિવિધ યોજના અંગે વિશેષ વાર્તાલાપ કર્યો અને આવાસ માલિકને એલઇડી બલ્બ તથા વૃક્ષના છોડ નું વિતરણ કર્યું તથા ઉજવલા યોજના ના લાભાર્થીઓને લાભ આપ્યો. આ કાર્યક્રમ માં વિશેષ ઉપસ્થિત તાલુકા પંચાયત સભ્ય જિલ્લા પંચાયત સભ્ય તથા સરપંચ અને ગામ ના સભ્યો તેમજ જિલ્લા અને તાલુકા વહીવટી તંત્ર ઉપસ્થિત રહ્યા.