ધોરાજી કરણીસેનાએ યુવરાજસિંહને મુક્ત કરવા પ્રાંત અધિકારી ને આવેદનપત્ર પાઠવ્યું.

Latest Rajkot

રિપોર્ટર – વિપુલ ધામેચા, ધોરાજી

ધોરાજી રાજપૂત કરણીસેનાના આગેવાની હેઠળ ધોરાજી પ્રાંત અધિકારી ને આવેદનપત્ર પાઠવી જણાવ્યું છે કે છેલ્લા ઘણા સમયથી પરીક્ષાઓમાં યેનકેન પ્રકારે થતા ગોટાળા અને પરીક્ષા પૂર્વે જ પેપર ફૂટવાના કિસ્સાઓને યુવરાજસિંહ જાડેજા મીડિયાના માધ્યમથી ઉજાગર કરતો રહ્યો છે. આને કારણે બિન સચિવાલય ક્લાર્કથી માંડીને અનેક પરીક્ષાઓ રદ કરવાની સરકારને ફરજ પડી છે. વિદ્યાર્થીઓના ભવિષ્યની સુરક્ષા માટે અને એમને ન્યાય અપાવવા યુવરાજસિંહ જાડેજા લડત આપતાં રહ્યા છે તેઓ એક રીતે તો સરકારને મદદરૂપ જ બની રહ્યા છે ત્યારે સરકારે તેમને ન્યાય આપી સાચા ગુનેગારોને પકડવા જોઈએ. અને યુવરાજસિંહ પર ગાંધીનગર પોલીસ દ્વારા ખોટી રીતે ગુનામાં લગાવેલ કલમ 307 અને કલમ 332 હટાવીને એમને ધરપકડ માંથી મુક્ત કરવા જોઈએ
સમગ્ર ગુજરાતની સર્વ સામાજિક સંસ્થાઓ દ્વારા યુવરાજસિંહ ઉપર લગાવાયેલી ખોટી કલમો ગુનાઓને દૂર કરી તેમને મુક્ત કરવા માંગણીઓ કરી. તાત્કાલિક ધોરણે યુવરાજસિંહને મુક્ત કરવામાં નહીં આવે તો જલદ આંદોલન કરવાની ચીમકી આપી. આવેદનપત્ર આપી તાત્કાલિક ધોરણે યોગ્ય કાર્યવાહી કરી યુવરાજસિંહ ને મુક્ત કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *