રિપોર્ટર – વિપુલ ધામેચા, ધોરાજી
રાજકોટ જીલ્લા ના ધોરાજી તાલુકા ના ભોળા ગામમાં અસામાજિક તત્વો એ ગૌચર જમીન ઉપર દબાણ કરેલ હોય ભોળા ગામ ના લોકોએ જણાવેલ કે ગામ ની ગૌચર જમીન પર ગેરકાયદેસર દબાણ કરેલ અંદાજે 50 વિઘા જેટલી જમીન પર દબાણ કરેલ છે અને જે ગૌચર જમીન ઉપર અસામાજિક તત્વોએ ગેરકાયદેસર દબાણ કરેલ છે તે લોકો માથાભારે શખ્સો હોય ઈ લીગલી હથિયાર પણ રાખે છે ભોળા ગામ ના વિરોધ ખોટી ફરિયાદો પણ કરે છે અને ભોળા ગામ ને પીવાનુ પાણી પુરુ પાડતો કુવો આવેલ છે આ કુવા મા કઈ પણ દવા નાખી ભોળા ગામ લોકો ને હેરાન પણ કરી શકે તેવી ગ્રામજનોએ આશંકા પણ વ્યક્ત કરેલ અને આ ભોળા ગામ નો ગૌચર જમીન ઉપર અસામાજિક તત્વોએ ગેરકાયદેસર દબાણ કરેલ છે તેનુ તાત્કાલિક તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી હાથ ધરવામા આવે તેવી માંગ સાથે ધોરાજી ની પ્રાંત કચેરીએ ભોળા ગામ સમસ્ત ગ્રામજનો એકઠા થઈ ને આવેદનપત્ર પાઠવેલ હતુ અને આગામી દિવસો મા જો કોઈ નક્કર પરિણામ નહી આવે તો ભોળા ગામ ના સમસ્ત ગ્રામજનો આમરણાંત ઉપવાસ ઉપર બેસી ને વિરોધ પ્રદર્શિત કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.