રિપોર્ટર – પાયલ બાંભણિયા, ગીર સોમનાથ
ગીર સોમનાથ ના વેરાવળમા સાગરપુત્ર ફાઉન્ડેશન ખારવા સમાજ દ્રારા આયોજીત શ્રીમદ ભાગવત સપ્તાહ નુ ભવ્ય આયોજન કરાયુ હતુ. જેમા સુપ્રસિદ્ધ કથાકાર ડો.મહાદેવ પ્રસાદ દ્રારા શ્ર્રોતાઓને કથાનુ રસપાન કરાવેલ હતુ. દરરોજ વિવિધ વિવિધ ધાર્મિક પ્રસંગો યોજાયા હતા .હજારોની જનમેદની દરરોજ ઉમટી પડી હતી .શ્રીમદ ભાગવત સપ્તાહ ના મુખ્ય યજમાન કિશનભાઇ ફોફંડી રહ્યા હતા. પૂણાઁહુતી ના દિવસે કથાકાર ડો.મહાદેવ પ્રસાદ ના હસ્તે વ્યાસપીઠ પરથી અખીલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતીના પત્રકારો , નગરપાલીકા પ્રમુખ પિયુષ ફોફંડી, ગુજરાત ખારવા સમાજ ના પૂર્વ પટેલ સુનીલભાઇ ગોહિલ, સાગરપુત્ર ફાઉન્ડેશન ખારવા સમાજ ના પટેલ કિરીટભાઇ ફોફંડી, પૂર્વ પટેલ લખમભાઇ , મનસુખભાઈ સુયાણી, પૂર્વ પાલીકા પ્રમુખ મંજૂલાબેન સુયાણી, કાશી વિશ્વનાથ ઉત્સવ સમિતીના પ્રમુખ રાજુભાઇ સુયાણી, ફીશ એક્સપોર્ટ એશોશીએશન ના પ્રમુખ જગદીશ ફોફંડી , લોહાણા સમાજ ના જયકરભાઇ ચોટાઇ, જનક સોમૈયા સહીતનુ સન્માન કરાયુ હતુ . આભારવિધી પૂર્વ નગરપાલીકા પ્રમુખ મંજૂલાબેન સુયાણી તથા ફીશ એક્સપોર્ટર કિશનભાઇ ફોફંડીએ કરેલ હતી .