રિપોર્ટર: રણજીતસિંહ રાણા, વિરમગામ
આજથી વર્ષો પહેલા રજવાડાના સમય પછી લોકો કુવાનું જ પાણી પીતા હતાં અને કુવાનું પાણી પીવાથી રોગપ્રતિકારક શક્તિ પણ વધે અને કુવાનું પાણી પીવાથી મનુષ્યનું આરોગ્ય પણ નિરોગી રહેતું કુવાનું પાણી ફાયદાકારક હોય છે. માંડલ શહેર એટલે ઐતિહાસિક શહેર કહેવાય છે. કુવા,તળાવો,કિલ્લાઓ,કોટ,ગઢની દીવાલો,પથ્થરો આ બધી સંસ્કૃતિ અને વૈભવ આજે પણ માંડલમાં અમર છે અને માંડલની શાન છે. પહેલાના જમાનામાં કોઈ અમીર સજ્જન વ્યક્તિ હોય એવી વ્યક્તિ દ્વારા ગામમાં કૂવો બનાવવામાં આવતો અને કૂવો અને કુવાનું પાણી ગામ લોકો માટે ઉપયોગી બનતું અને કૂવો પંચાયત હસ્તક રહેતો. માંડલમાં આવા ચારથી પાંચ કૂવાઓ આવેલ છે જેમાં દુકાળીયો કૂવો જે કૂવો વર્ષો પહેલા દુષ્કાળ સમયે માંડલ માટે ભગવાન રૂપ સાબિત થયો હતો. તેમજ ધોળા કૂવો જે માંડલના મુસ્લિમ સમાજમાં એક ધોળા પરિવારે વર્ષો પહેલા બંધાવ્યો હતો. તેમજ આદમજીનો કૂવો અને મેનેજર નામથી ઓળખાતો એવા ચારથી પાંચ કુવા માંડલ ગામમાં આવેલ છે. માંડલ ગામમાં મુસ્લિમ સમુદાયના ત્રણ યુવાનોએ પોતાના સમાજમાં ધોળા નામથી ઓળખાતો જે કૂવો આવેલ છે જેને સાફ સફાઈ કરવા માટે ભંડોળ પણ આપવાની જાહેરાત કરી છે. આમ માંડલમાં બીજા અન્ય કૂવાઓ છે આ કુવાઓનું પાણી હવે પીવાલાયક રહ્યું નથી જેથી સ્થાનિક પંચાયતનો પણ સહકાર મળે તો આ મરી પડેલો વૈભવ ફરી જીવંત થાય એમ છે.