સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગત 22 માર્ચના રોજ મળેલ આચાર્યની બેઠકમાં મહત્વ પૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. યુનિવર્સીટી દ્વારા પરીક્ષામાં જમ્બલિંગ સિસ્ટમ દૂર કરવા નિર્ણય કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે પાંચ શહેરોમાં પરીક્ષાઓમાં જમ્બલિંગ સિસ્ટમ દૂર કરવા 21 માર્ચના રોજ રાજકોટ જિલ્લા NSUI દ્વારા માંગ કરવામાં આવી હતી જે રજુઆત ધ્યાનમાં રાખી વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય કરવામાં આવ્યો છે. જમ્બલીંગ સિસ્ટમ એટલે વિધાર્થી જે કોલેજમાં અભ્યાસ કરે તે કોલેજના બદલે બહારની કોલેજમાં તેને પરીક્ષા આપવા જવાનું હોય છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગત 22 માર્ચના રોજ અલગ અલગ કોલેજના પ્રિન્સિપાલ સાથે એક બેઠક મળી હતી આ બેઠકમાં યુનિવર્સીટી દ્વારા વિદ્યાર્થીઓ હિતમાં મહત્વ પૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. 21 માર્ચના રોજ રાજકોટ જિલ્લા NSUI દ્વારા કુલપતિ સમક્ષ રજુઆત કરવામાં આવી હતી જેમાં યુનિવર્સીટીની પરીક્ષામાં જમ્બલિંગ સિસ્ટમથી વિદ્યાર્થીઓને અગવડતા પડતી હોવાની રજુઆત કરવામાં આવી હતી માટે આ પરીક્ષાઓમાં જમ્બલિંગ સિસ્ટમ દૂર કરવા રજુઆત કરવામાં આવી હતી. જેનેધ્યાનનમાં રાખી યુનિવર્સીટી દ્વારા આગામી 21 એપ્રિલથી શરુ થતી અલગ અલગ કોર્સની પરીક્ષાઓમાં જમ્બલિંગ સિસ્ટમ દૂર કરવામાં આવી છે. રાજકોટ જિલ્લા NSUI ના પ્રમુખ રોહિત રાજપૂતે જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિ.ની પરીક્ષાઓ પારદર્શકતાથી લેવાય તે હેતુથી વિધાર્થીઓના પરીક્ષા કેન્દ્રોમાં જમ્બલીંગ સિસ્ટમ લાગુ કરી હતી જે નિર્ણય વિધાર્થીઓ માટે ઉચિત જ છે. અમારી રજુઆત ધ્યાનમાં રાખી વિદ્યર્થિઓના હિતમાં નિર્ણય કરવા બદલ અમે યુનિવર્સિટીના સત્તાધીશો આભાર માનીએ છીએ.