કવાંટ યુવા અધિકાર ન્યાય ચળવળ સમિતિ ના યુવાનો દ્વારા કવાંટ મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યું.

Chhota Udaipur Latest

રિપોર્ટર – યોગેશ પંચાલ, કવાંટ

યુવરાજસિંહ પર ખોટી કલમો હેઠળ થયેલ ખોટા કેસો પરત લેવામાં આવે અને તાત્કાલિક ધરપકડ માંથી મુક્ત કરવામાં આવે તે માટે કવાંટ યુવા અધિકાર ન્યાય ચળવળ સમિતિ ના યુવાનો દ્વારા કવાંટ મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યું. ગુજરાત માં છેલ્લા ઘણા સમયથી પરીક્ષા ઓમાં યેનકેન પ્રકારે થતા ગોટાળાઓ અને પરીક્ષા પેહલા જ પેપર લીક ના દાખલાઓ યુવરાજ સિંહ જાડેજા એ મીડિયા ના માધ્યમથી ઉજાગર કરતા રહ્યા છે અને અવાજ ઉઠાવતા રહ્યા છે. યુવરાજસિંહે ઉઠાવેલા અવાજ ના કારણે બિનસચિવાલાય ક્લાર્ક થી માંડી ને અનેક ભરતી પરીક્ષા ઓ રદ્દ કરવાની સરકાર ને ફરજ પડી હતી. સેંકડો વિધાર્થીઓ ના ભવિષ્ય ની સુરક્ષા માટે ,ન્યાય અપાવવા બાબતે, સરકારી ભરતીઓમાં થતી ગેરરીતિ બાબતે યુવરાજસિંહ લડત આપતા રહ્યા છે. ગુજરાત રાજ્યના યુવાનો ના પ્રશ્નો રજુ કરતા યુવરાજસિંહ છેલ્લા કેટલાય સમયથી ગુજરાત માં સરકારી ભરતીઓમાં થતા કૌભાંડો ને પ્રકાશિત કરીને એક રીતે ગુજરાત સરકાર ની મદદ કરે છે તેવા સમયે એમને ન્યાય ના આપીને સરકારે સાચા ગુનેગારોને પકડવા જોઈએ અને યુવરાજસિંહ પર ગાંધીનગર પોલીસ દ્વારા ખોટી રીતે ગુનામાં લગાવેલ કલમો હટાવીને ધરપકડ માંથી મુકત કરવા જોઈએ આવી વિવિધ માંગણીઓ સાથે કવાંટ યુવા અધિકાર ન્યાય ચળવળ સમિતિ ના યુવાનો દ્વારા કવાંટ મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *