પાવાગઢ ખાતે ચૈત્રી નવરાત્રીના છઠ્ઠા નોરતે માર્ગ મકાન અને યાત્રાધામ મંત્રી પૂર્ણેશ મોદી પાવાગઢ આવ્યા હતા. જ્યાં મહાકાળી માતાજીના દર્શન કરી માચી પર આવેલ નિર્માણાધીન ચોક સહિત નવીન પગથિયા અને મહાકાળી માતાજીના નવનિર્માણ પામી રહેલા વિશાળ અને ભવ્ય મંદિરના મંદિર પરિસરની મુલાકાત કરી હતી. વિવિધ વિકાસ કાર્યોની સમીક્ષા કરી હતી. કલેકટર, જિલ્લા પોલીસવડા, મંદિર ટ્રસ્ટ તેમજ જિલ્લા માર્ગ-મકાન વિભાગના અધિકારી સહિતનાં અધિકારીઓ સાથે બેઠક યોજી યાત્રાધામ પાવાગઢ ખાતે ચાલી રહેલા વિકાસના કામો વિશે વિવિધ ચર્ચા વિચારણા કરી હતી. આ પ્રસંગે પૂર્ણેશ મોદીની સાથે પંચમહાલ જિલ્લા કલેકટર સુજલ મયાત્રા, તેમજ હાલમાં પંચમહાલ જિલ્લા ખાતે નવ નિયુક્ત થયેલા જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકી, જિલ્લા માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર નિખિલ ભટ્ટ અને અન્ય અધિકારીઓ સહિત કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.