કારેજ ગામે ચૈત્રી નવરાત્રી ઉજવણી નિમિત્તે યોજેલ કીર્તન મંડળીમાં રાજ્યકક્ષાના મંત્રી સહીત અનેક આગેવાનો ઉપસ્થિત રહી લાભ લીધો.

Junagadh Latest

રીપોર્ટર – ગોવિંદ હડિયા, કેશોદ જુનાગઢ

ચૈત્રી નવરાત્રી મહોત્સવની ઉજવણી કારેજ ઘેડ ખાતે રાજ્યકક્ષાના મંત્રી દેવાભાઈ માલમ ગુજરાત કોળી સમાજના મહિલા ઉપાધ્યક્ષ જયોતિબેન જલકારીની ખાસ ઉપસ્થિત સાથે ભાવિક ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય સંસ્કૃતિમાં ચૈત્રી નવરાત્રીનું અનેરૂ મહત્વ છે. ચૈત્રી નવરાત્રીની અનેક જગ્યાએ ઉજવણી કરવામાં આવે છે. માતાજીના આરાધ્યનું પર્વ ચૈત્રી નવરાત્રી નિમીતે માંગરોળ તાલુકાના કારેજ ઘેડ મુકામે આવેલમાં ભગવતીના સાનિધ્યમાં ચૈત્રી નવરાત્રીની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. ચૈત્રી નવરાત્રી મહોત્સવની ઉજવણી દરમિયાન ખૈલૈયાઓ દ્વારા માતાજીના સાનિધ્યમાં રાસ ગરબા રમવામાં આવે છે. આજુબાજુના વિસ્તારોના અનેક ભાવિક ભક્તો ચૈત્રી નવરાત્રીનો લાભ લે છે. નવરાત્રી મહોત્સવની ઉજવણી નિમિત્તે કાન ગોપી કિર્તન મંડળીનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કલાકારોએ માતાજીના રાસ કિર્તન રજુ કરતા ભાવિક ભક્તોમાં ભકિતમય વાતાવરણ જોવા મળ્યું હતું. કાન ગોપી કિર્તન મંડળીના ભવ્ય પ્રોગ્રામ ત્યારે માં ભગવતી ચારણ આઈના ગુણ ગાન ગાવા માટે કારેજ તેમજ આસપાસના વિસ્તારમાંથી બહોળી સંખ્યામાં લોકોનો મેળાવળો જોવા મળ્યો હતો ત્યારે કાન ગોપી રાસ મંડળના કલાકારોએ લોકોને પોતાની કળા દ્વારા મંત્ર મુગ્ધ કર્યા હતા. કાન ગોપી કિર્તન મંડળી કાર્યક્રમમાં માં ભગવતીના આશીર્વાદ લેવા માટે કેશોદ ધારાસભ્ય પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી દેવાભાઈ માલમ ગીરીરાજસિંહ રાયજાદા વિશ્વ હિન્દુ પરિષદના કેશોદ શહેર તાલુકા હોદેદારો ગુજરાત કોળી સમાજના મહિલા અધ્યક્ષ જ્યોતિબેન જલકારી અમદાવાદથી ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમજ કારેજ ગ્રામજનો તથા આજુબાજુના વિસ્તારોના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. દર વર્ષે યોજવામાં આવતી ચૈત્રી નવરાત્રિમાં દાતાઓ તન મન ધનથી સાથ સહકાર આપે છે. જ્યારે એકઠા થયેલા તમામ રૂપિયા મંદિરની જગ્યાના નિર્માણ કાર્ય માટે વાપરવામાં આવશે તેવું જાણવા મળ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *