રિપોર્ટર: રણજીતસિંહ રાણા, વિરમગામ
વૈશ્વિક મહામારી કોરોના વાયરસ સામે લડવા માટે જે તે વ્યક્તિની રોગ પ્રતિકારક શકિત મજબુત હોવી જરૂરી છે. જે અંતર્ગત વિરમગામ કુરેશી યંગ સર્કલ દ્વારા રૈયાપુર રોડ પર આવેલ યુસરા હોસ્પિટલ ખાતે હોમિયોપેથીક દવાનુ વિતરણ કરવામા આવ્યુ હતુ. આ પ્રસંગે વિરમગામ તાલુકા હેલ્થ ઓફિસર ડો.વિરલ વાઘેલા, અર્બન હેલ્થ ઓફિસર ડો.જીગર દૈવીક, વિરમગામ ટાઉન પી.આઇ એચ બી ગોહીલ અને કુરેશી યંગ સર્કલના યુવાનો ઉપસ્થિતિ રહયા હતા અને રોગપ્રતિકારક શક્તિવર્ધક હોમિયોપથી દવા વિતરણ કરવાની શરૂઆત કરવામા આવી હતી. વિરમગામ ખાતે દસ હજાર દવાની કીટનુ વિતરણ કરવામા આવશે વિરમગામ ના દરેક વિસ્તારમાં ઘરે ઘરે ફરી દવા કેવી રીતે અને કેટલો સમય લેવી તેની સમજુતી આપવામા આવશે તેમ યુસરા હોસ્પિટલના ડો.મકસુદ શેખે જણાવ્યું હતું.